ડિજિટલ
પેમેન્ટને પ્રોત્સાહન આપવા આરબીઆઇએ ડેબિટ કાર્ડના MDR ચાર્જિસમાં
ફેરફાર કર્યા
- નાના અને મોટા વેપારીઓ માટે અલગ
અલગ દરો
ડિજિટલ
પેમેન્ટને પ્રોત્સાહન આપવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડેબિટ કાર્ડના વ્યવહારો માટે વેપારીઓ
પાસેથી વસૂલવામાં આવતા એમડીઆર ચાર્જિસમાં ફેરફાર કર્યા છે. ડેબિટ અને ક્રેડિટ
કાર્ડની સેવા માટે બેંકો દ્વારા વેપારીઓ પાસેથી વસૂલાતી રકમ એમડીઆર(મર્ચન્ટ
ડિસ્કાઉન્ટ રેટ) તરીકે ઓળખાય છે.
ડેબિટ અને
ક્રેડિટ કાર્ડની સેવા માટે બેંકો દ્વારા વેપારીઓ પાસેથી વસૂલાતી રકમ એટલે MDR : ૨૦ લાખ સુધીના ટર્નઓવરવાળા વેપારીઓ પાસેથી રૃ. ૨૦૦ની મર્યાદામાં ૦.૪૦ ટકા MDR વસૂલ કરાશે : નવા દરો પહેલી જાન્યુઆરીથી અમલમાં મૂકવામાં આવશે : ૨૦ લાખથી
વધુ ટર્નઓવરવાળા વેપારીઓ પાસેથી ૧૦૦૦ મર્યાદામાં ૦.૯૦ ટકા MDR વસૂલાશે
તાજેતરના
નોટિફિકેશન અનુસાર ૨૦ લાખ સુધીના વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓ પાસેથી વ્યવહાર
દીઠ ૨૦૦ રૃપિયાની મર્યાદામાં ૦.૪૦ ટકા એમડીઆર વસૂલ કરવામાં આવશે. જો ક્યુઆર(ક્વિક
રિસ્પોન્સ) કોડથી પેમેન્ટ સ્વીકાર્યુ હશે તો વ્યવહાર દીઠ ૨૦૦ રૃપિયાની મર્યાદામાં
૦.૩૦ ટકા વસૂલાશે.
૨૦ લાખ
રૃપિયાથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ પાસેથી વ્યવહાર દીઠ ૧૦૦૦ રૃપિયાની મર્યાદામાં
૦.૯૦ ટકા એમડીઆર વસૂલ કરવામાં આવશે. જો ક્યુઆર(ક્વિક રિસ્પોન્સ) કોડથી પેમેન્ટ
સ્વીકાર્યુ હશે તો વ્યવહાર દીઠ ૧૦૦૦ રૃપિયાની મર્યાદામાં ૦.૮૦ ટકા વસૂલાશે. ડિજિટલ
પેમેન્ટ માટે નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે એમડીઆરના દરોમાં ફેરફાર કરવામાં
આવ્યો છે.
આરબીઆઇના
નોટિફિકેશન અનુસાર નવા દરો પહેલી જાન્યુઆરીથી અમલમાં મૂકવામાં આવશે. નોટબંધી પછી
ગયા ડિસેમ્બરથી ૨૦૦ રૃપિયાના વ્યવહાર પર ૦.૨૫ ટકા એમડીઆર વસૂલવામાં આવતો હતો. ૧૦૦૦
રૃપિયાથી ૨૦૦૦ રૃપિયા સુધીના વ્યવહાર પર ૦.૫ ટકા એમડીઆર વસૂલવામાં આવતો હતો.
નોટબંધી અગાઉ ૨૦૦૦ રૃપિયા સુધીના વ્યવહાર પર ૦.૭૫ ટકા અને ૨૦૦૦ રૃપિયાથી ઉપરના
વ્યવહાર પર ૧ ટકા એમડીઆર વસૂલવામાં આવતો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો