શનિવાર, 23 ડિસેમ્બર, 2017

દોકલામ સહિતના સરહદી વિવાદોના ઉકેલ માટે અંતે ભારત-ચીન સહમત


- અમેરિકાએ ચીનની ટીકા કર્યાના બીજા દિવસે ડ્રેગન નરમ પડયું

- ૭૩ દિવસ ચાલેલા દોકલામ વિવાદના કારણે બન્ને દેશો વચ્ચે સર્જાયેલી તંગદિલી બાદ પહેલી બેઠક યોજાઇ

ભારત અને ચીન વચ્ચે દોકલામ વીવાદ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સરહદથી લઇને અન્ય વિવાદો અંગે ચર્ચા થઇ હતી. ખાસ કરીને સરહદના જે પણ વિવાદો છે તેને કામય માટે શાંત કરવા માટે કે તેના નિકાલ માટે ભારત અને ચીન બન્ને દેશોએ પેન્ડિંગ ફાઇનલ રિઝોલુશન માટે સહમતી વ્યક્ત કરી હતી. આ બેઠકમાં ભારત વતી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ અને ચીન વતી તેમના સમકક્ષ યાંગ જેસ્ચી વચ્ચે વિવિધ મુદ્દે ચર્ચા થઇ હતી.

૭૩ દિવસ સુધી દોકલામ વિવાદ મુદ્દે બન્ને દેશોની વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ પહેલી વખત ભારત અને ચીન વચ્ચે આ મુદ્દાઓને લઇને બેઠક યોજાઇ છે. બન્ને દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આ બેઠક ઘણી જ સકારાત્મક રહી છે અને તેનાથી બન્ને દેશોના વીવીધ વિવાદોનું સમાધાન કરવાના પ્રયાસો થશે.


દોકલામ વિવાદ ૧૬મી જુનના રોજ શરુ થયો હતો. અહીં ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને રોડનું બાંધકામ કરતા અટકાવ્યા હતા, જે બાદ ચીની સૈનિકોએ ભારતીય બંકરો પણ તોડી નાખ્યા હતા. આ મામલે ૭૩ દિવસ સુધી બન્ને દેશો વચ્ચે ઘર્ષણ થયું હતું. હાલ જે બેઠક યોજાઇ છે તેમાં ભુતાનની સાથે પણ વાટાઘાટોની ચર્ચા થઇ હતી. કેમ કે દોકલામ ભુતાનનો ભાગ હોવાનંુ મનાય છે. જ્યારે ભારત ભુતાનને મીત્ર દેશ તરીકે સહાય પહોંચાડી રહ્યું છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો