શનિવાર, 23 ડિસેમ્બર, 2017

રોહિતનો ૩૫ બોલમાં ફાસ્ટેસ્ટ સદીનો વર્લ્ડ રેકોર્ડ : ભારતનો ટ્વેન્ટી-૨૦ શ્રેણી વિજય



- રોહિતનો ઝંઝાવાત : ૪૩ બોલમાં ૧૨ ચોગ્ગા અને ૧૦ છગ્ગા સાથે ૧૧૮ રન ઝૂડયા : સાઉથ આફ્રિકાના મિલરના રેકોર્ડની બરોબરી કરી

ભારતે ૨૬૦/૫નો  જંગી સ્કોર ખડક્યો : શ્રીલંકા ૧૭૨માં ઓલઆઉટ

ઈન્દોર : ઈન ફોર્મ કેપ્ટન રોહિત શર્માએ ૧૦ છગ્ગા અને ૧૨ ચોગ્ગા સાથે ૪૩ બોલમાં ૧૧૮ રન ઝૂડવા સાથે ફાસ્ટેસ્ટ સદીના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરતાં ભારતે બીજી ટી-૨૦માં ૨૬૦/૫નો જંગી સ્કોર ખડકીને શ્રીલંકાને કચડી નાંખ્યું હતુ.


ભારતે આ સાથે સતત બીજી ટી-૨૦ જીતીને ત્રણ મેચની શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. રોહિત શર્માની વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરતી તોફાની ઈનિંગ તેમજ લોકેશ રાહુલના ૮૯ રનની મદદથી ભારતે ૨૦ ઓવરમાં ટી-૨૦ના પાંચ વિકેટે ૨૬૦ રન નોંધાવતા ઈતિહાસનો સેકન્ડ હાઈએસ્ટ સ્કોર ખડક્યો હતો. આ સાથે જ ભારતની જીત નિશ્ચિત લાગવા માંડી હતી. શ્રીલંકાએ શરૃઆતમાં લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પણ આખરે ભારતીય સ્પિનરો સામે ઝુકી જતાં ટીમ ઈન્ડિયાએ બીજી ટી-૨૦ની સાથે શ્રેણી પર કબજો જમાવ્યો હતો. શ્રીલંકાની ટીમ ૧૭૨ રનમાં જ ખખડી ગઈ હતી અને ભારત ૮૮ રનથી જીત્યું હતુ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો