પ્રોટીનની થ્રી-ડી તસવીર
લેવાની પદ્ધતિ શોધવા બદલ 3 વિજ્ઞાનીને રસાયણશાસ્ત્રનું નોબેલ
- જેક ડબુશેટ, યોઆકિમ ફ્રેન્ક અને રિચાર્ડ હેન્ડરસને શરીરના સુક્ષ્મત્તમ ભાગમાં ડોકિયું
કર્યું
- શરીરની રચના સમજવા માટે ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર માટે આ સંશોધન મહત્વનું
- ઝીકા જેવા
વાઈરસોનો વધુ સચોટતાપૂર્વક અભ્યાસ થઈ શકશે સ્ટોકહોમ
આ વર્ષે
કેમેસ્ટ્રી (રસાયણશાસ્ત્ર)નું નોબેલ પ્રાઈઝ શરીરના સુક્ષ્મભાગ સુધી પહોંચવાની
પદ્ધતિ શોધનારા ત્રણ સંશોધકોને એનાયત થયું છે. નોબેલ પ્રાઈઝ સમિતિએ આજે જાહેરાત
કરી હતી કે બાયોમોલેક્યુલ એટલે કે શરીરની મૂળભૂત રચના કરતા કોષની થ્રીડી
ફોટોગ્રાફીક પદ્ધતિ વિકસાવનારા ત્રણ સંશોધકો જેક ડબુશેટ, યોઆકિમ ફ્રેન્ક અને રિચાર્ડ હેન્ડરસને આ વખતનું નોબેલ પ્રાઈઝ જાય છે.
આ પદ્ધતિનું
વૈજ્ઞાનિક નામ ક્રાયરો-ઈલેક્ટ્રોનિક માઈક્રોસ્કોપી છે. પરંતુ તેનો સાદો મતલબ એટલો
જ થાય છે કે અત્યાર સુધી જે બાયોમોલેક્યુલ (કોષ ઉત્પાદિત કરતા તત્ત્વો)ની થ્રીડી
તસવીર શક્ય ન હતી, એ હવે શક્ય બનશે. નોબેલ સમિતિએ
જણાવ્યુ હતું કે આ બાયોકેમેસ્ટ્રીના ક્ષેત્રમાં બહુ મહત્ત્વપૂર્ણ સંશોધન છે. કેમ
કે બાયોમોલેક્યુલ ગણાતા પ્રોટિન્સ, કાર્બોહાઈડ્રેટ, ન્યુક્લિયસ એસિડ, લિપિડનો અભ્યાસ કરવો બહુ મોટો
પડકાર છે. દરેક સજીવ (વનસ્પતિ-પશુ-મનુષ્ય)ના શરીરમાં જોવા મળતાં આ બધા તત્ત્વો
શરીરના બંધારણ માટે મહત્ત્વના છે. તેનો અભ્યાસ કરવા માટે મોટે ભાગે ઈલેક્ટ્રોનિક
માઈક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઈલેક્ટ્રોનિક માઈક્રોસ્કોપથી આ
બાયોમોલેક્યુલની થ્રીડી તસવીર લઈ શકાતી ન હતી.
ઈલેક્ટ્રોનિક
માઈક્રોસ્કોપના શક્તિશાળી શેરડાથી બાયોમોલેક્યુલને નુકસાન પણ થતું હતું. આ ત્રણ
સંશોધકોએ ભેગા મળીને વિકસાવેલી ક્રાયરો-ઈલેક્ટ્રોનિક માઈક્રોસ્કોપી પદ્ધતિથી હવે
તેની થ્રીડી તસવીર લઈ શકાશે. તેમાં ઈલેક્ટ્રોનિક માઈક્રોસ્કોપની મર્યાદા દૂર થઈ
છે.
સ્કોટલેન્ડના
રિચાર્ડ એન્ડરસને ૧૯૯૦ના દાયકામાં પ્રથમવાર બાયોમોલેક્યુલની થ્રીડી તસવીર લીધી
ત્યારથી સંશોધકો આ દિશામાં કામગીરી કરી રહ્યાં હતા. દરમિયાન જર્મન મૂળના યોઆકિમ
ફ્રેન્કે તસવીર પ્રોસેસ કરવાની પદ્ધતિ વિકસાવી હતી.
ત્રીજા સંશોધક
જેક ડબુશેટે બાયોલોજિકલ સેમ્પલને પાણીના ઉપયોગથી યથાતથ રાખવાની મેથડ શોધી કાઢી
હતી. આ રીતે ત્રણેય સંશોધકોએ ભેગા મળીને બાયોમોલેક્યુલ કેમેસ્ટ્રીના ફિલ્ડમાં
મહત્ત્વની કામગીરી કરી હતી. નોબેલ સમિતિએ પોતાના બયાનમાં જણાવ્યુ હતું કે આ સંશોધન
પછી હવે પ્રોટીન હોય કે ઝિકા વાઈરસની રચના હોય એ બધું સમજવું અને અભ્યાસ કરવો સરળ
થશે. અત્યાર સુધી જે પ્રકારે કોષનો શરીરશાસ્ત્રીઓ અભ્યાસ કરી શકતા ન હતા, એ હવે કરી શકશે.
૭૫ વર્ષના જેક
મૂળ સ્વિત્ઝરલેન્ડના છે અને યુરોપિયન મોલેક્યુલર બાયોલોજી લેબોરેટરી સાથે
સંકળાયેલા છે.
૭૭ વર્ષના
યોઆકિમ ફ્રેન્ક જર્મન સંશોધક છે અને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી સાથે કામ કરે
છે.
૭૨ વર્ષના
રિચાર્ડ બ્રિટનના પ્રાંત સ્કોટલેન્ડના વતની છે. હાલ તેઓ ઈંગ્લેન્ડની લેબોરેટરી ઓફ
મોલેક્યુલર બાયોલોજી સાથે કામ કરે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો