ભારતની સૌપ્રથમ સોલરપાવર્ડ ડેમુ ટ્રેનનો કરાયો પ્રારંભ…
દેશમાં પ્રથમ
સૌરઉર્જાયુક્ત ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. આ ટ્રેન ડીઝલ ઈલેક્ટ્રીકલ મલ્ટિપલ યુનિટ
(DEMU)ના
નામથી ઓળખાશે. ટ્રેનને સૌ પ્રથમ દિલ્હીના સફદરજંગ સ્ટેશનથી રવાના કરવામાં આવી
હતી. કોચમાં સૌર ઉર્જાના વપરાશથી રેલ્વેનો ખર્ચ ઘટશે સાથે સાથે પ્રદુષણના
પ્રમાણમાં પણ ઘટાડો થશે.
આ ટ્રેનની
વિશેષતા એ છે કે તેના કુલ આઠ કોચમાં 16 સોલર પેનલ લાગેલા
છે. દરેક પેનલથી 300 વોટ વિજળી ઉત્પન્ન થશે. જેનાથી રેલ્વેને
દર વર્ષે 21000 લિટર ડીઝલની અને 2 લાખ
રૂપિયાની બચત થશે. ટૂંક સમયમાં અન્ય 50 કોચોમાં આવા જ સોલર
પેનલ્સ લગાવવાની યોજના છે. મેક ઈન ઈન્ડિયા અભિયાન અનુસાર બનેલા આ સોલર પેનલ્સની
કિંમત લગભગ 54 લાખ રૂપિયા છે. દુનિયામાં પહેલીવાર એવુ બન્યુ
છે કે સોલર પેનલોનો ઉપયોગ રેલ્વેમાં ગ્રીડના રૂપમાં થઈ રહ્યો છે.
આ ટ્રેન
દિલ્હીના સરાઇ રોહિલા સ્ટેશનથી હરિયાણાના ફારૂખ નગર સ્ટેશનની વચ્ચે આવન-જાવન કરશે.
આની સૌથી વધુ સ્પીડ 110 કિ.મી. પ્રતિ
કલાક હોઈ શકે છે. ટ્રેનના દરેક કોચમાં બંને તરફથી 1,500MM
પહોળા દરવાજા હશે જેને હટાવી શકાય છે. આ ટ્રેનની મુસાફરોની ક્ષમતા 2,882
છે. ટ્રેનમાં મહિલાઓ અને દિવ્યાગોની માટે અલગ કંપાર્ટમેન્ટ હશે.
સોલર પેનલના કારણે પ્રતિ કોચના હિસાબથી દરેક વર્ષે 9 ટન સુધી
કાર્બનડાયોક્સાઈડ ઓછો ઉત્પન્ન થશે. આ પર્યાવરણ સંરક્ષણ માટે મોટી ઉપલબ્ધિ થઈ શકે
છે.
સોલર પાવર
સિસ્ટમથી ટ્રેન 48 કલાક સુધી ચાલી શકે છે. ગત
વર્ષે રેલ બજેટમાં રેલ મંત્રી સુરેશપ્રભુએ એલાન કર્યુ હતુ કે રેલ્વે સૌર ઉર્જાથી
આવનાર પાંચ વર્ષોમાં 1000 મેગાવોટ વિજળીનુ ઉત્પાદન કરી
શકાશે. સૌર ઉર્જા ડેમુ ટ્રેન આ જ યોજનાનો ભાગ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો