મંગળવાર, 20 જૂન, 2017

ભાનુ અથૈયા ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા છે




ઇ.સ 1983ના ઓસ્કાર એવોર્ડની રાત ભારત માટે ખાસ હતી. આ દિવસે ભારતમાં પહેલી વાર એક મહિલાનો ઓસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ભાનુ અથૈયા કોસ્ટ્યૂમ ડિજાઇનર પહેલી ભારતીય મહિલા જેને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો.


મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભાનુ અથૈયાનો જન્મ થયો હતો. તેમનું પુરુ નામ ભાનુમતિ અન્નાસાહેબ રાજોપાધ્યેય હતું. વર્ષ 1982માં ફિલ્મ ગાંધી માટે જ્હોન મોલોની સાથે બેસ્ટ કોસ્ટ્યૂમ ડિઝાઇનર માટે ઓસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ભાનુ અથૈયાને બાળપણથી જ ગાંધીના રેખાચિત્ર દોરવાના પસંદ હતા. ભાનુને રિચર્ડ એટર્નબરોની આંતરરાષ્ટ્રીય ફિલ્મ ગાંધીમાં કોસ્ટ્યૂમ ડિઝાઇન કરવાનો મોકો મળ્યો હતો. સમગ્ર વિશ્વમાં તેમના કામને ખુબ જ વખાણ થયા હતા. ઓસ્કાર એવોર્ડ સમારંભમાં તેમના ડિઝાઇનને બેસ્ટ કોસ્ટ્યૂમ ડિઝાઇન કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી.

આ ઉપરાંત તેમને ફિલ્મ જગત ક્ષેત્રે લેકિન(1991) અને લગાન(2002) ફિલ્મો માટે બે વાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભાનું અથૈયા 50 વર્ષથી ફિલ્મ જગતમાં કામ કરી રહી છે. તેમને 100થી વધુ ફિલ્મોમાં કપડાં ડિઝાઇન કર્યા છે. જેમાં પ્યાસા, સાહબ બીબી ઓર ગુલામ જેવી ફિલ્મોના કપડાં ડિઝાઇન ખુબ જ પ્રચલિત થઇ હતી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો