સરકાર જુલાઈના પ્રથમ સપ્તાહમાં 'નો ફ્લાય લિસ્ટ' જાહેર કરશે…
વિમાનમાં કે તેના કર્મચારીઓ સાથે અયોગ્ય
વર્તન કરનારા મુસાફરોને પ્રવાસ કરતા અટકાવવા માટેના નિયમોનું 'નો ફ્લાય લિસ્ટ' આગામી મહિને તૈયાર થઈ જશે તેમ સરકારે માહિતી આપી હતી.
સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ (સી.એ.આર.)ને
તેની સાથે સંકળાયેલા તમામ લોકોના મંતવ્યો મેળવ્યા બાદ આખરી ઓપ અપાઈ રહ્યો છે. 'નેશનલ નો ફ્લાય લિસ્ટ'માં એવા મુસાફરોને પ્રવાસ કરતા અટકાવાશે
જે નિયમ ન પાળતા હોય અને બેજવાબદાર વર્તનથી અન્ય મુસાફરો કે કર્મચારીઓને જાહેર કરી
દેવાશે.
નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગણપતિ રાજુના
પક્ષ ટી.ડી.પી.ના સાંસદ જે.સી. દિવાકર રેડ્ડીને ગત સપ્તાહે ઈન્ડિગોના વિમાનમાં
બેસવા દેવાનો ઈનકાર કરી દેવાયો હતો તે પૂર્વે શિવસેનાના સાંસદ રવિન્દ્ર ગાયકવાડને
પણ કર્મચારીઓ સાથેના ગેરવર્તન મુદ્દે વિમાન કંપનીઓએ થોડા સમય માટે વિમાનમાં પ્રવાસ
કરતા અટકાવી દીધા હતા.
આમ હવે વિમાન કે એરોડ્રોમ પર ધમાલ કરનારા
માથાભારે મુસાફરોને વિમાનમાં પ્રવેશ કરતા જ અટકાવી દેવાશે જેને ત્રણ વિભાગમાં
વહેંચી દેવાયા છે જેમાં ચેનચાળા કરનારા, ધક્કા મારીને ખોટી ઉતાવળ કરનારા, સાથેના
મુસાફર કે વિમાનને નુકસાન પહોંચાડનારા પ્રવાસ પર બે વર્ષ કે વધુ સમય માટે પ્રતિબંધ
મુકી દેવાશે. તે નિયમો ઘડવા માટે કમિટિની રચના કરાઈ હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો