૩૦ જૂને મધ્યરાત્રિએ સંસદના સેન્ટ્રલ હોલમાં જીએસટી લોન્ચ
કરાશે…
સંસદના
ઐતિહાસિક સેન્ટ્રલ હોલમાં ૩૦ જૂને મધ્યરાત્રિએ જીએસટી લોન્ચ કરવા માટે એક
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ ૧૯૪૭ની ૧૫ ઓગસ્ટની મધ્યરાત્રિ યાદ
તાજા થશે. જીએસટી લોન્ચ કરવા માટે સરકાર વર્તુળાકાર
સંસદના સેન્ટ્રલ હોલનો કદાચ પ્રથમ વખત ઉપયોગ કરશે. જીએસટીને કારણે ૨ ટ્રિલિયનના
અર્થતંત્રમાં મોટા પાયે પરિવર્તન જોવા મળશે. ૩૦ જૂને યોજાનારો આ કાર્યક્રમ રાતે ૧૧
વાગ્યે શરૃ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હાજર રહેશે.
આ કાર્યક્રમ માટે
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને એચ ડી દેવગોડા ઉપરાંત તમામ રાજ્યોના
મુખ્યપ્રધાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ દરમિયાન આજે પંજાબ
વિધાનસભામાં જીએસટી બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. પંજાબના નાણાપ્રધાન
મનપ્રિતસિંહ બાદલે આ બિલ રજૂ કર્યુ હતું.
બીજી તરફ તમિલનાડુ
વિધાનસભામાં ડીએમકી ધારાસભ્યોના વોકઆઉટ વચ્ચે જીએસટી બિલ પસાર કરવામાં આવ્યું હતું.
જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર
તરીકે કેન્દ્રે અમિતાભ બચ્ચનને નિમ્યા
પહેલી
જુલાઈથી દેશભરમાં લાગુ થનારા નવા કરને પ્રમોટ કરતો વિડયો ટ્વીટર પર જાહેર
Moto - One Nation One Tax
Pne Market
ગુડ્સ
એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પહેલી જુલાઈથી દેશભરમાં લાગુ થઈ રહ્યો છે ત્યારે તેના
પ્રમોશન માટે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની પસંદગી કરવામાં આવી છે.
આ કાર્યક્રમ માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને એચ ડી દેવગોડા ઉપરાંત તમામ રાજ્યોના મુખ્યપ્રધાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ દરમિયાન આજે પંજાબ વિધાનસભામાં જીએસટી બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. પંજાબના નાણાપ્રધાન મનપ્રિતસિંહ બાદલે આ બિલ રજૂ કર્યુ હતું.
બીજી તરફ તમિલનાડુ વિધાનસભામાં ડીએમકી ધારાસભ્યોના વોકઆઉટ વચ્ચે જીએસટી બિલ પસાર કરવામાં આવ્યું હતું.
જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કેન્દ્રે અમિતાભ બચ્ચનને નિમ્યા
પહેલી જુલાઈથી દેશભરમાં લાગુ થનારા નવા કરને પ્રમોટ કરતો વિડયો ટ્વીટર પર જાહેર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો