કુછ ઐસા ભી હૈ....
·
સૌથી વધુ
વર્ષો મુખ્યમંત્રી રહેવાનો વિક્રમ નરેન્દ્ર મોદીનો; ઓકટોબર ૨૦૦૧ થી મે ૨૦૧૪
·
સૌથી વધુ
૧૪૯ બેઠકો સાથે જીતવાનો વિક્રમ કોંગ્રેસ - માધવસિંહને નામે
·
પહેલાં
મહિલા મુખ્યમંત્રી બનવાનું ગૌરવ આનંદીબહેન પટેલને નામે છે.
·
મોદીએ
ચાર વાર ૨૦૦૧, ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૧૨માં મુખ્યમંત્રીપદના શપથ લીધેલા. એવી જ
રીતે માધવસિંહ સોલંકીએ પણ ચાર વાર (૧૯૭૬, ૧૯૮૦, ૧૯૮૫, ૧૯૮૯) મુખ્યમંત્રીપદના શપથ લીધેલા.
·
ડૉ.
જીવરાજ મહેતા, હિતેન્દ્રભાઈ દેસાઇ,
બાબુભાઈ જશભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલે બબ્બેવાર શપથ લીધેલા.
·
મુખ્યમંત્રી
રહી ચૂક્યા પછીય અન્યના મુખ્યમંત્રીપદ હેઠળ કેબિનેટ મંત્રી તરીકે રહ્યા હોય તેવા
બે કિસ્સા - બાબુભાઈ પટેલ અને સુરેશ મહેતાના છે. બાબુભાઈ ચીમનભાઈની સરકારમાં
નર્મદામંત્રી બનેલા. સુરેશભાઈ નરેન્દ્ર મોદી સરકારમાં નાણાંમંત્રી.
·
ગુજરાત
વિધાનસભાના સભ્ય ન હોય છતાં સીધા જ મુખ્યમંત્રી બન્યા હોય તેવા કિસ્સા બળવંતરાય
મહેતા, ઘનશ્યામભાઈ ઓઝા, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદીના છે. તેઓ
મુખ્યપ્રધાન બન્યા પછી પેટા ચૂંટણી લડી ચૂંટાયા હતા.
·
મુખ્યમંત્રી
બન્યા હોય પછી વડાપ્રધાન બન્યા હોય તેવા બે ગુજરાતી મહાનુભાવોના કિસ્સા નોંધાયેલા
છે. સ્વ. મોરારજીભાઈ દેસાઈ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી હતા. બીજો કિસ્સો નરેન્દ્ર
મોદીનો છે. ૧૯૭૭ની સ્વ. દેસાઇની ઘટનાનું પુનરાવર્તન ૩૭ વર્ષ પછી ૨૦૧૪માં નરેન્દ્ર
મોદી સંદર્ભે નોંધાયું હતું.
·
સત્તા
ટકાવવા અલગ પક્ષ બનાવવો અને પછી ટેકો આપનારી કોંગ્રેસમાં ભળી જવું એ બે કિસ્સા ચીમનભાઈ પટેલ અને શંકરસિંહ વાધેલા
નામે છે. ૧૯૯૦માં ચીમનભાઈ જનતા દળ - ગુજરાત અને ૧૯૯૫-૯૬માં શંકરસિંહે મહાગુજરાત
જનતા પાર્ટી અને રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવીને કોંગ્રેસનો ટેકો લીધેલો પછી કોંગ્રેસમાં
ભળી ગયા હતા. ચીમનભાઈએ તો નવનિર્માણ આંદોલનથી સત્તા છીનવાઇ ગયા પછી ‘કિમલોપ’ (કિસાન મજદૂર લોકપક્ષ) રચેલો.
જનતા સરકારને ટેકો આપેલો અને પાછો ખેંચી લઇ બા. જ. પટેલની સરકારને ગબડાવેલી.
·
આ
બન્નેના નામે ‘પંચવટી’ પ્રકરણ અને ખજુરાહો (હજુરિયા - ખજુરિયા) પ્રકરણ ગુજરાતના ઈતિહાસમાં ખૂબ
ચર્ચાયેલા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો