મંગળવાર, 31 જુલાઈ, 2018


મહાન ગાયક મુહમ્મદ રફીની આજે પુણ્યતિથિ


Image result for muhammad rafi

31 જુલાઇનો ઇતિહાસ


મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમ કાયમ માટે 31 જુલાઈ, 1933 ના દિવસે છોડી દીધો હતો.

મદ્રાસ પ્રેસિડન્સી કલ્બએ 31 જુલાઇ, 1924 ના રોજ રેડિયો પ્રસારણની આગેવાની લીધી.

ભારત અને નેપાળે 1950 માં શાંતિ અને મિત્રતા સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.

ભારતના સૌપ્રથમ તરતા સમુદ્ર સંગ્રહાલયનું ઉદઘાટન 31 જુલાઇ, 1993 ના રોજ કલકત્તા (હવે કોલકાતા) માં થયું હતું.

પ્રખ્યાત હિન્દી વાર્તા લેખક અને નવલકથાકાર પ્રેમચંદનો જન્મ 1880 માં થયો હતો.





શનિવાર, 28 જુલાઈ, 2018


વિશ્વ હિપેટાઇટીસ દિવસ


વિશ્વ હિપેટાઇટીસ ડે દર વર્ષે 28 જુલાઈએ વૈશ્વિક જાગૃતિ વધારવા માટે ઉજવાય છે. હિપેટાઇટીસ ચેપી રોગો છે.હિપેટાઇટિસ રસી શોધનાર બારુક બ્લમર્ગ નો જન્મ 1925 માં થયો હતો.

આ રોગ ના પ્રકાર :  A,B,C D, અને E  છે. 

હીપેટાઇટિસ વિશ્વભરમાં લાખો લોકોને અસર કરે છે, તીવ્ર અને ક્રોનિક રોગને કારણે અને દર વર્ષે 1.4 

મિલિયન લોકો મૃત્યુ થાય છે.


વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ (World Nature Conservation Day)

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ 28 મી જુલાઈના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે. પ્રવર્તમાન સંદર્ભમાં સજીવ અને વનસ્પતિની ઘણી પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. તેનો હેતુ લુપ્ત જીવો અને વનસ્પતિઓનું રક્ષણ કરવા માટે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે.


વન મહોત્સવ-ગુજરાત

Image result for 69 van mahotsav gujarat

v  69મા વન મહોત્સવ ની ઉજવણી – 2018
રક્ષક વનલોકાર્પણ કાર્યક્રમ( 27 જુલાઈ 2018 ,રૂદ્રમાતા ડેમસાઈટ , તાલુકો : ભુજ ,જિલ્લો કચ્છ)

v  8 મહાનગરપાલિકાઓ , ૩૩ જીલ્લાઓ ,241 તાલુકાઓ તથા 4500 ગામોમાં જનભાગીદારીથી વન મહોત્સવની ઉજવણી- રાજ્યમાં કુલ 9. 77 કરોડ રોપાનું વાવેતર

v  જળસંચય અભિયાન અંતર્ગત નદીકાંઠાઓ ઉપર 850થી વધુ સ્થળોએ 40 લાખ રોપા વાવેતરની કામગીરી

v  ઓગસ્ટ માસ દરમિયાન જિલ્લાદીઠ એક,કુલ ૩૩ વૃક્ષ રથડોર ટુ ડોર રોપ વિતરણ

v  છેલ્લા બે વર્ષમાં રાજ્યના વન વિસ્તાર બહારના વૃક્ષોમાં 11000 હેક્ટરનો વધારો: વન વિસ્તાર બહારના વૃક્ષોની સંખ્યા વર્ષ 2004 માં 25.1 કરોડથી વધી વર્ષ 2017માં થઈ 34.35 કરોડ

v  છેલ્લા બે વર્ષમાં રાજ્યના વન વિસ્તારમાં 9700 હેકટરનો વધારો

v  દરિયાકિનારાના રક્ષક એવા ચેરના વનોના સતત વધારો ધરાવતું એકમાત્ર રાજ્ય


મિશન વિદ્યા

Image result for MISSION VIDHYA gujarat

 પાયાના શિક્ષણને મજબૂત કરી, શિક્ષણના સ્તરને સુધારવાની અનોખી પહેલ!

v  ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણના પ્રવેશદરમાં પાછલા ઘણા દાયકાઓની તુલનામાં ખુબજ વિદ્યાર્થીઓનો વધારો થયો છે. આ વર્ષે પણ જે બાળકોનું પરિણામ વાંચન , લેખન અને ગણનમાં નબળું જાણવા મળેલ છે.તે તમામ બાળકો માટે શ્રી વિજયભાઈ રૂપાણી સરકારએ શરૂ કર્યું છે રાજ્યવ્યાપી મિશન વિદ્યા

v  મિશન વિદ્યા હેઠળ 26 જુલાઈ થી 31 ઓગસ્ટ 2018 સુધી સરકારી શાળાઓમાં ભણતા ધોરણ 6 થી 8 ના બાળકોને આપવામાં આવશે. વિશેષ કોચિંગ.

શુક્રવાર, 27 જુલાઈ, 2018

પશ્ચિમ બંગાળનું નામ બદલીને બાંગ્લા રાખવા વિધાનસભામાં ઠરાવ પસાર


Image result for west bengal

- ક્કાવારી પ્રમાણે 'ડબલ્યુ'ના કારણે દરેક બાબતમાં પશ્ચિમ બંગાળને છેલ્લે તક મળતી હતી

- જો કે અંતિમ મંજૂરી તો કેન્દ્રના ગૃહ મંત્રાલયની લેવી પડશે, જેની રાહ જોવાય છે

પશ્ચિમ બંગાળની વિધાનસભાએ આજે રાજ્યનું નામ બાંગ્લા કરવાનો  ઠરાવ પસાર કર્યો હતો.

ત્રણ ભાષા (હિન્દી, બંગાળી અને અંગ્રેજી)માં હવે આ રાજ્યને 'બાંગ્લા' તરીકે જ ઓળખવામાં આવશે.

કક્કવારી પ્રમાણે વેસ્ટ બેંગાલ કામની યાદીમાં છેલ્લે આવતું હોવાના કારણે અનેક વખતે પુરતી તક મળતી નહતી. હવે અંગ્રેજી ભાષામાં 'બી'શબ્દ આવી જવાથી યાદીમાં રાજ્યનું નામ આગળ પોકારવામાં આવશે.


જો કે રાજ્યે કરેલા ઠરાવને અંતિમ મંજૂરી માટે કેન્દ્રના ગૃહ ખાતાની મંજૂરીની રાહ જોવી પડશે.અગાઉ કેન્દ્રે રાજ્ય સરકારની ત્રણ અલગ અલગ ભાષાના નામોની દરખાસ્તને ફગાવી દીધી હતી. જેમાં બંગાળીમાં બાંગ્લા, અંગ્રજીમાં બેંગાલ અને હિન્દીમાં બંગાલ નામોની દરખાસ્ત કરવામાં આવી હતી.