રવિવાર, 26 નવેમ્બર, 2017
શુક્રવાર, 24 નવેમ્બર, 2017
ગુરુવાર, 23 નવેમ્બર, 2017
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
સાયબર સ્પેસ પર 5 મી ગ્લોબલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સાયબર સ્પેસ પરના ગ્લોબલ કોન્ફરન્સના પાંચમા
વર્ઝનનું ઉદ્ઘાટન કર્યું. GCCS (Global Conference on Cyber Space) સાયબર સ્પેસ પર વિશ્વના સૌથી મોટા પરિષદોમાંનું એક છે. તે ભારતમાં પ્રથમ
વખત આયોજન કરવામાં આવ્યું છે.
બે દિવસીય
કોન્ફરન્સની થીમ "Cyber4All: A Secure and Inclusive Cyberspace
for Sustainable
Development " છે.
સાયબર સ્પેસ પર વૈશ્વિક
કોન્ફરન્સ (GCCS)
તે પ્રતિષ્ઠિત
વૈશ્વિક ઘટના છે જ્યાં આંતરરાષ્ટ્રીય નેતાઓ, નીતિબનાવનારાઓ,
ઉદ્યોગ નિષ્ણાતો, ટેન્ક, સાયબર વિઝાર્ડ્સ વગેરે સાયબર સ્પેસનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાના મુદ્દાઓ અને
પડકારો પર ચર્ચા કરવા માટે ભેગા થાય છે.
તે
સાઇબરસ્પેસમાં વર્તન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સંમતિ રૂપે નિયમોના નિયમોને સ્થાપિત
કરવા અને ઇન્ટરનેટ (સરકારો, સિવિલ સોસાયટી અને ઉદ્યોગ) માં
હિસ્સો ધરાવતા તમામ લોકો વચ્ચે વધુ ધ્યાન કેન્દ્રિત અને વ્યાપક સંવાદ બનાવવા માટે
શરૂ કરવામાં આવી હતી.
જીસીસીએસની
પ્રથમ આવૃત્તિ 2011 માં લંડનમાં યોજાઇ હતી.
બાદમાં તે બુડાપેસ્ટ (2012), સિઓલ (2013), ધ હેગ (2015) માં યોજવામાં આવી હતી.
ભારતીય સેના ચીન સરહદ પર
સરળતાથી પહોંચી શકશે: 150km લાંબા રસ્તાનું નિર્માણ શરૂ
- રસ્તાનું નિર્માણ કાર્ય 2019 સુધી
પૂરુ કરવાનું લક્ષ્ય, 1065 કરોડ રૂપિયાનો ખર્ચ
- નવા માર્ગ માટે સાત હજાર
વૃક્ષોનું નિકંદન કરાશે
આવનાર
સમયમાં ભારતીય સેના સરળતાથી ચીનની બોર્ડર પર પહોંચી શકે તે માટે 150 કિલોમીટર લાંબા એક રસ્તાને
બનાવવાનું કામ શરૂ કરી દેવાયુ છે. આ માર્ગ ઉત્તરાખંડના ટનકપુર-પિથોરગઢમાં બનશે. 12
મીટર પહોળા આ રસ્તાનું નિર્માણ કાર્ય 2019 સુધી પૂરુ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યુ છે. આ રસ્તાને બનાવવામાં 1065
કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.
આ
રસ્તાનું નિર્માણ જે વિસ્તારમાં થનાર છે તે કુમાઉ તરફ છે. ત્યાંની માટી પણ ગઢવાલની
માટીની જેમ જ છે જે ટનલ ખોદવા માટે યોગ્ય નથી. આ કારણથી રસ્તાને સીધો-સીધો બનાવાશે
વચ્ચે કોઈ પણ પુલ કે ફરી ટનલ હશે નહીં. એવામાં નિર્માણ કાર્ય ઝડપી થવાની સંભાવના
છે.
આ
રસ્તાનું નિર્માણ વડાપ્રધાન મોદી દ્વારા ગયા વર્ષે શરૂ કરેલી યોજના 'ઓલ
વેધર રોડ પ્રોજેક્ટ' અંતર્ગત કરવામાં આવશે.
ભારતની
પહેલી મહિલા ડોક્ટરને ગૂગલે ડૂડલ બનાવીને કરી સલામ
- રૂખમાબાઈ રાઉતના 153માં જન્મદિવસ નિમિત્તે ખાસ ડૂડલ
તા. 22 નવેમ્બર 2017, બુધવાર
ગૂગલે
આજે ડોક્ટર રૂખમાબાઈ રાઉતના 153માં જન્મદિવસ
નિમિત્તે ડૂડલ બનાવીને તેમને સન્માન આપ્યુ છે. રુખમાબાઈ ભારતની પહેલી મહિલા ડોક્ટર
હતા.
ડોક્ટર રૂખમાબાઈનો જન્મ રર ઓક્ટોબર 1864માં થયો હતો.
માત્ર 11 વર્ષની વયે તેમની મરજી વિરૂધ્ધ તેમના વિવાહ
દાદાજી ભીકાજી સાથે કરી દેવામાં આવ્યા હતા. એ વખતે બાળ વિવાહ એક સામાન્ય વાત હતી.
તેમના પતિએ તેમનો અભ્યાસ છોડાવી દીધો અને પોતાની સાથે રહેવા માટે મજબૂર કર્યા.
જ્યારે રૂખમાબાઈ આ માટે ન માન્યા તો તેમના પતિએ 1884માં
કોર્ટમાં કેસ કર્યો જેમાં અદાલતે રૂખમા બાઈને કહયુ કે તમે તમારા પતિ સાથે રહો અથવા
તો જેલમાં રહો. રૂખમાબાઈએ જેલમાં રહેવાનું પસંદ કર્યુ તે જુદા જુદા સમાચાર
પત્રોમાં લેખ લખતા હતા જ્યારે તેમને ડોક્ટરી ભણવાનું વિચાર્યુ ત્યારે તેમના માટે
લોકોએ સામેથી ફંડ આપ્યો અને તેમને લંડન સ્કૂલ ઓફ મેડિસિનમાંથી ડોક્ટરીનો અભ્યાસ
કર્યો. તે લંડનથી એક ફિઝીશિયન બનીને પરત આવ્યા. તે એક ડોક્ટર હોવાની સાથે સાથે
સમાજ સેવિકા પણ હતા. તેમણે એ વખતે સમાજના કુરિવાજો જેવા કે બાળવિવાહ, પર્દાપ્રથા વગેરેનો વિરોધ કર્યો તેમને એક નારીવાદી સ્ત્રી તરીકે પણ
ઓળખવામાં આવે છે.
સુખોઇમાંથી
દુનિયાની સૌથી ઝડપી મિસાઇલ બ્રાહ્મોસનું સફળ પરીક્ષણ
- ભારતનાં ઇતિહાસમાં પ્રથમવાર
ફાઇટર વિમાનમાંની ક્રૂઝ મિસાઇલ છોડાઇ
- ૨.૫ ટનની મિસાઇલ ૨૯૦ કિમી
સુધી હુમલો કરવા સક્ષમ
- ઝડપની દ્રષ્ટિએ વિશ્વની ટોચની
મિસાઇલોમાં ગણાતી બ્રહ્મોસ ચીન-પાક. સામે કારગાર હથિયાર
હવાઇ હુમલા માટે જાણીતી સુપર સોનિક બ્રહ્મોસ
મિસાઇલનું પ્રથમ વખત એક ફાઇટર જેટ દ્વારા સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું
હતું. આ પરીક્ષણની સાથે જ ભારત હવે એ દેશોમાં સામેલ થઇ ગયો છે કે જેની પાસે આ
પ્રકારની મિસાઇલો હોય. બ્રહ્મોસ મિસાઇલની ક્ષમતા ૨૯૦ કિમી છે, એટલે કે ચીન અને પાકિસ્તાન
સુધી પહોંચવાની ક્ષમતા આ મિસાઇલ ધરાવે છે. આ મિસાઇલને વિશ્વની સૌથી ઝડપી સુપર
સોનિક ક્રુઝ મિસાઇલોમાં સ્થાન આપવામાં આવે છે. એટલે કે ખુબ જ ઝડપથી આ મિસાઇલ વાર
કરી શકે છે.
સમુદ્ર,
વાયુ અને જમીન ત્રણેય સ્થળેથી આ મિસાઇલ છોડી શકાય છે.
આ મિસાઇલને
એક યુદ્ધ વીમાન દ્વારા છોડવામાં આવી હતી અને તે તેના ટાર્ગેટ બંગાળની ખાડીમાં જઇને
પડી હતી. એટલે કે આ મિસાઇલનું ત્રીજુ વર્ધન હતું, આ પહેલા
જમીન અને જળ પરથી છોડી શકાય તેવી મિસાઇલનો સમાવેશ કરી દેવાયો છે. હવે ઇન્ડિયન
એરફોર્સને પણ આ મિસાઇલ સોપવામાં આવી છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)







