ગુરુવાર, 23 નવેમ્બર, 2017

ભારતીય સેના ચીન સરહદ પર સરળતાથી પહોંચી શકશે: 150km લાંબા રસ્તાનું નિર્માણ શરૂ



- રસ્તાનું નિર્માણ કાર્ય 2019 સુધી પૂરુ કરવાનું લક્ષ્ય, 1065 કરોડ રૂપિયાનો ખર્ચ

- નવા માર્ગ માટે સાત હજાર વૃક્ષોનું નિકંદન કરાશે

આવનાર સમયમાં ભારતીય સેના સરળતાથી ચીનની બોર્ડર પર પહોંચી શકે  તે માટે 150 કિલોમીટર લાંબા એક રસ્તાને બનાવવાનું કામ શરૂ કરી દેવાયુ છે. આ માર્ગ ઉત્તરાખંડના ટનકપુર-પિથોરગઢમાં બનશે. 12 મીટર પહોળા આ રસ્તાનું નિર્માણ કાર્ય 2019 સુધી પૂરુ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યુ છે. આ રસ્તાને બનાવવામાં 1065 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.

આ રસ્તાનું નિર્માણ જે વિસ્તારમાં થનાર છે તે કુમાઉ તરફ છે. ત્યાંની માટી પણ ગઢવાલની માટીની જેમ જ છે જે ટનલ ખોદવા માટે યોગ્ય નથી. આ કારણથી રસ્તાને સીધો-સીધો બનાવાશે વચ્ચે કોઈ પણ પુલ કે ફરી ટનલ હશે નહીં. એવામાં નિર્માણ કાર્ય ઝડપી થવાની સંભાવના છે.


આ રસ્તાનું નિર્માણ વડાપ્રધાન મોદી દ્વારા ગયા વર્ષે શરૂ કરેલી યોજના 'ઓલ વેધર રોડ પ્રોજેક્ટ' અંતર્ગત કરવામાં આવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો