સોમવાર, 8 જાન્યુઆરી, 2018

પર્યાવરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા નવી દિલ્હીમાં યોજાયો 26 મો વર્લ્ડ બુક મેળો



વાર્ષિક વર્લ્ડ બુક ફેરની 26 મી આવૃત્તિ નવી દિલ્હીમાં યોજાઇ હતી. તે નેશનલ બૂક ટ્રસ્ટ (National Book Trust - NBT) દ્વારા માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળ આયોજિત કરવામાં આવી હતી.

આ વર્ષની થીમ 'એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાયમેટ ચેન્જ ' છે. તે પર્યાવરણના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમ કે આબોહવા પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ અને જળ પ્રદૂષણ. યુરોપિયન યુનિયન આ વર્ષે પુસ્તક મેળા માટે ગેસ્ટ ઑફ ઓનર દેશ હતું.


વાર્ષિક પુસ્તક મેળોમાં વિવિધ દેશોમાં લગભગ 800 પ્રકાશકોની ભાગીદારી થઇ હતી. ઇવેન્ટના થીમ પેવિલિયનમાં અંગ્રેજી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં પ્રકાશિત થયેલા લગભગ 500 શીર્ષકોના આંતરરાષ્ટ્રીય અધિકારોનું પ્રદર્શન હતું. ઇયુ રાષ્ટ્રો ઉપરાંત બેલ્જિયમ, કેનેડા, ચીન, ડેનમાર્ક, ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની અને યુનાઈટેડ કિંગડમ સહિતના 40 થી વધુ દેશોએ પણ ભાગ લીધો હતો. આ મેળાએ ​​પેનલની ચર્ચાઓ, વાટાઘાટો, કાર્યશાળાઓ, બાળકોની પ્રવૃત્તિઓ, ટૂંકી ફિલ્મોની સ્ક્રીનીંગ, ખાસ ફોટો પ્રદર્શન તેમજ સાંસ્કૃતિક અને સંગીતનું પ્રદર્શન પણ જોયું છે. ચર્ચાઓ, વાતચીત મુખ્યત્વે લેખકો અને પર્યાવરણવાદીઓ સાથે સંકળાયેલી હતી, જ્યાં નિષ્ણાતોએ વધુ બગાડમાંથી પર્યાવરણને બચાવી શકાય તે રીતે ચર્ચા કરી.
વડાપ્રધાન પહોંચ્યા ગ્વાલિયરમાં BSF એકેડમીની મુલાકાતે


- વડાપ્રધાન અહીં યોજાનાર DGP અને IGPની એન્યુલ કોન્ફરન્સમાં ભાગ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં ટેકનપુર BSF એકેડમીની મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાન અહીં યોજાનાર DGP અને IGPની એન્યુલ કોન્ફરન્સમાં ભાગ લેશે.


આ સંમેલન 7 અને 8 જાન્યુઆરીનાં રોજ યોજાશે. બે દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં દેશની આંતરિક સુરક્ષા સહિતના ગંભીર મુદ્દે ચર્ચા થશે. આ કાર્યક્રમ અંતર્ગત પીએમ મોદી ગ્વાલિયર પહોંચી ગયા છે જ્યાં મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે તેમનું સ્વાગત કર્યુ હતું.


મણિપુરના સંશોધકે ભારતો સૌથી તીખો હાઈબ્રિડ મરચાંનો છોડ તૈયાર કર્યો

- બે તીખાં મરચાંના છોડ ભેગા કરીને વધુ તિખાશ પેદા કરાઈ

- દસ વર્ષની મહેનત પછી સફળતા મળી છે

- સૌથી તીખાં મરચાંનો વિક્રમ જોકે ત્યાં થતા ભૂત જોલોકિયાના નામે જ છે

મણિપુરના સંશોધક રાજકુમાર કિશોરે ભારતનું સૌથી તીખું મરચું ઉગાડવામાં સફળતા મેળવી છે. બે મરચાંની જાતને હાઈબ્રિડ રીતે ભેગી કરીને આ મરચું તૈયાર કરાયુ છે. આ મરચાંને હાલ 'ઓર્કિડ કિશોર' નામ આપવામાં આવ્યું છે. આ મરચાંના વિકાસ માટે રાજકુમારે સ્થાનિક ભાષામાં ઉમોરોક (ભૂત જોલોકિયા) અને માશિંગખા તરીકે ઓળખાતા બે પ્રકારના અત્યંત તીખા મરચાંના છોડને એકબીજા સાથે કલમ કર્યા હતા એટલે કે જોડયા હતા.

રાજકુમારે જણાવ્યુ હતું કે દસ વર્ષ પહેલા ૨૦૦૭માં માત્ર શોખ માટે તેમણે મરચાંનું બ્રિડિંગ શરૃ કર્યું હતું. એ પછી છોડ વિકસ્યો એટલે તેમણે માવજત કરી હતી. જે બે છોડ ભેગા કર્યા તેમાંથી ભૂત જોલોકિયા તો હાલ જગતના સૌથી તીખાં મરચાં તરીકેનો વિક્રમ ધરાવે છે. ગિનેસ બૂકે પણ તેની નોંધ લેીધેલી છે. પરંતુ એ કુદરતી રીતે ઉગે છે. જ્યારે આ હાઈબ્રિડ રીતે તૈયાર થયું છે. આ પહેલા આટલા તીખાં મરચાં ભારતમાં કોઈએ હાઈબ્રિડ રીતે પેદા કર્યાં નથી.

મરચાં કે અન્ય કોઈ પણ ખાદ્ય પદાર્થની તિખાશ માપવા માટે 'સ્કોવિલે હીટ યુનિટ (એએચયુ)'નો ઉપયોગ થાય છે. આ સ્કેલ પ્રમાણે ભૂત જોલોકિયા સરેરાશ ૨,૮૦,૦૦૦ એએચયુ ધરાવે છે. બીજી તરફ બ્રિડિંગ માટે વપરાયેલો માશિંગખાનો છોડ ૧,૦૭,૨૦૦ એએચયુ જેટલી તીખાશ ધરાવે છે. એ બન્નેના મિશ્રણથી તૈયાર થયેલું ઓર્કિડ ૨,૮૭,૪૦૦ એએચયુ જેટલું તીખુ નોંધાયુ છે. ભુત જોલોકિયાની સરેરાશ તીખાશ તેનાથી ઓછી હોવા છતાં ઘણા મરચામાં ૩ લાખ એએચયુ ઉપરાંતની પણ તીખાશ નોંધાઈ છે. માટે હાલ વિક્રમ તેના નામ છે.

ભુત જોલોકિયાને ખાસ પ્રકારના શેડ નીચે જ ઉછેરી શકાય છે. જ્યારે રાજકુમારે તૈયાર કરેલા મરચાંના છોડને ખુલ્લામાં ઉગાડી શકાયો છે. હાલ એ છોડ પાંચ ફીટનો થયો છે અને વર્ષે ૫૦થી ૬૦ મરચાં પેદા કરી શકે એમ છે. ભવિષ્યમાં તેને ખુલ્લાં ખેતરોમાં ઉગાડી શકાશે ત્યારે અહીંના મરચાં ખેડૂતોને ઘણો લાભ થશે.

ટીમ ઇન્ડિયાના સૌથી સફળ કેપ્ટન કપિલ દેવનો બર્થ ડે – 6th Jan


- કપિલ દેવની કપ્તાની હેઠળ ભારતે પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો

- નિવૃત્તીના બે દાયકા છતા પણ કપિલ દેવ સારો એવો ચાહક વર્ગ ધરાવે છે


ભારતને પ્રથમ વિશ્વકપ અપાવનાર અને ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટનનોમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવનારા કપિલ દેવનો આજે જન્મદિવસ છે. કપિલ દેવ આજે 59 વર્ષના થઇ ગયા છે. કપિલ દેવનો જન્મ 6 જાન્યુઆરી 1959 ના રોજ ચંદીગઢ ખાતે થયો હતો. તેમને ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક માનવામાં આવે છે અને તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતે 1983નો વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. કપિલ દેવે પોતાની 16 વર્ષની કારર્કિદીમાં 134 મેચ રમ્યા હતા જેમાં 8 સદી સાથે 5248 રન અને 434 વિકેટ સામેલ છે. તે સમયની સૌથી મજબૂત માનવામાં આવતી વેસ્ટ ઇન્ડિઝની ટીમને વર્લ્ડ કપમાં પરાસ્ત કરી 1983નો વર્લ્ડ કપ ખિતાબ ભારતીય ટીમે કપિલ દેવની કેપ્ટનશીપ હેઠળ પોતાના નામે કરી હતી. તે મેચમાં ભારતીય ટીમે માત્ર 183 રન બનાવ્યા હતા. જે વેસ્ટ ઇન્ડિઝ માટે ખુબ નાનો પડકાર હતો પરંતુ કપિલ દેવની કેપ્ટનશીપ હેઠળ અને સારી બોલિંગના કારણે આ ખિતાબ પોતાના નામે કરી ઇતિહાસ સર્જ્યો હતો. પોતાના સમયમાં સૌથી માહેર ખેલાડી તરીકે ઓળખ પામેલા કપિલ દેવ ખુબ સાહસી તેમજ એક સારા માર્ગદર્શક રહ્યા છે. 1994માં તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી ત્યારબાદ તેઓ ભારતીય ટીમમાં કોચ તરીકે પણ રહ્યા હતા.પોતાના આગવા અંદાજના કારણે આજે પણ ખુબ સારો ચાહક વર્ગ ધરાવતા કપિલ દેવ આજે 59 વર્ષના થયાં છે. તેમના ચાહકો દ્વારા આજે તેમને શુભેચ્છાઓ વરસાવવામાં આવી રહી છે.


શનિવાર, 6 જાન્યુઆરી, 2018

ગીરના જંગલમાં વસેલુ રસુલપુરા બનશે દેશનુ સૌથી પહેલુ સોલર વિલેજ


ગ્રામપંચાયતને સ્ટ્રિટલાઇટનું બિલ ૨૫ વર્ષ સુધી ભરવુ નહી પડે

ગુજરાત હવે સોલરઉર્જામાં કાઠું કાઢવા જઇ રહ્યુ છે. ગીરના જંગલમાં વસેલુ રસુલપુરા ગામ દેશનુ પ્રથમ સોલર વિલેજ બનશે. આ ગામમાં પંચાયત ઘર જ નહીં,તમામ મકાનો સૌરઉર્જાથી ઝળહળશે. રાજ્ય વન વિભાગે રસુલપુરા ગ્રામપંચાયતને ગ્રાન્ટ આપતા સોલર પ્લાન્ટ શરૃ કરાયો છે. નોંધ લેવા જેવી વાત તો એછેકે,પંચાયત ખુદ સોલરઉર્જા પશ્ચિમ ગુજરાત વિજ કંપનીને વેચી કમાણી કરશે.

ગીરના જંગલને અડીને આવેલા ખોબા જેવડુ રસુલપુરા ગામમાં રૃા.૩.૭૦ લાખના ખર્ચે સોલર પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. એટલું જ નહીં, ગામમાં પંચાયતે ૫૦ સોલરસ્ટ્રીટ લાઇટો પણ નાંખી છે. અત્યાર સુધી ગ્રામપંચાયતને સ્ટ્રીટલાઇટનો ખર્ચ ભોગવવો પડતો હતો. હવે પંચાયતને પંચાયતઘર ઉપરાંત સ્ટ્રીટલાઇટનો એકેય પૈસો ભરવો નહી પડે. ઉલ્ટાનુ પંચાયત સોલર પ્લાન્ટમાં જેટલી વિજળી પેદા થશે તે,પશ્ચિમ ગુજરાત વિજ કંપનીને વેચાણ કરશે. આ સોલરઉર્જા પશ્ચિમ વિજ કંપની રસુલપુરાના ગ્રામજનોને આપશે. આમ,પંચાયત કમાણી કરશે. ગીરના જંગલમાં અંધારામાં અટવાઇ રહેતાં ગ્રામજનો માટે સોલરઉર્જા ઉજાસનું માધ્યમ બની રહેશે.

સોલર પ્લાન્ટને લીધે રસુલપુરા ગ્રામપંચાયતને ૨૫ વર્ષ સુધી વિજળીનો એકેય પૈસો ખર્ચ થશે નહીં.પંચાયતના ઘરને પણ મફતમાં વિજળી મળી રહેશે. ચાર હજારની વસ્તી ધરાવતુ રસુલપુરા દેશનું પ્રથમ સોલર વિલેજ બની રહેશે જયાં ગ્રામ પંચાયત ઘરથી માંડીને સ્ટ્રીટલાઇટો,ગામના તમામ મકાનોમાં સોલરઉર્જાનો ઉપયોગ થશે.  આવતીકાલે ૫મી જાન્યુઆરીએ વનવિભાગ દ્વારા આ સોલર પ્લાન્ટનો પ્રારંભ કરવામાં આવશે.  
૧૦ લાખ પાટીદાર યુવાનોને કોન્સ્ટેબલથી લઇ આઇએએસની નોકરીમાં મોકલાશે

-ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો પ્રારંભ -ઉદ્યોગપતિઓ પણ દીકરા

- દિકરીઓને રોજગાર માટે દત્તક લેશે

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ- ૨૦૧૮નો શુક્રવારે પ્રારંભ કરાવ્યો હતો.

આ સમિટ ત્રણ દિવસ ચાલશે પ્રથમ દિવસે પંચામૃત શક્તિ અંતર્ગત ૧૦ પણ કરાયા હતા. સમાજના નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોના આંતરિક તેમજ વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવા, નવા ઉદ્યોગપતિઓને તૈયાર કરવા અને શિક્ષિત યુવાનોને તાલીમ આપીને રોજગારી આપવાની ઉદ્દેશ્યથી સરદારધામ દ્વારા સમિટ યોજાઈ રહી છે.


સમિટમાં લગભગ ૬ હજાર જેટલા નાના- મોટા પાટીદાર ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મિશન ૨૦૨૬ અંતર્ગત તલાટીથી માંડીને મંત્રી સુધી તથા કોન્સ્ટેબલથી લઈને અધિકારી સુધી ૧૦ લાખ પાટીદાર યુવાનોન તંત્રમાં મોકલવાનો ઉદ્દેશ્ય છે. ઉપરાંત દેશ- વિદેશમાં ૧૦ હજાર પ્રથમ હરોળના ઉદ્યોગપતિઓ પાટીદાર સમાજના દિકરા- દિકરીઓને રોજગાર માટે દત્તક લેશે. તેઓએ ઉમેર્યું હતું કે, યુવા પેઢી ભટકી ન જાય અને સાચી દિશામાં આગળ વધીને રાષ્ટ્ર નિર્માણમાં બહુમૂલ્ય યોગદાન આપે તે સમાજ અને સરકાર બન્નેની ફરજ છે.


RBI એ જાહેર કરી રૂ. ૧૦ની નવી નોટ


રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે રૂ.૧૦ ની નોટનો ફોટો જાહેર કર્યો હતો. આ સાથે એ સ્પષ્ટતા કરી હતી કે રૂ.૧૦ની જૂની નોટ પણ માન્ય રહેશે. રૂ.૧૦ની નવી નોટ ચોકલેટી બ્રાઉન કલરની છે. આ નોટના સિરિયલ નંબર ચડતાક્રમમાં જોવા મળશે. સરકારે બજારમાં મૂકવા માટે આશરે ૧ અબજની રૂ.૧૦ની નોટનું છાપકામ પૂર્ણ કરી દીધું છે.

શું છે ખાસ ?

નોટની પાછળની બાજુ કોણાર્કનાં સૂર્યમંદિરનો ફોટો હશે.
સ્વચ્છતા અભિયાનનો લોગો મૂકવામાં આવ્યો છે.
૧૦ દેવનાગરી લિપિમાં લખવામાં આવ્યું છે.