ગુરુવાર, 27 સપ્ટેમ્બર, 2018

દરિયાથી 4 km અંદર આવેલો ઘોઘાનો પીરમ બેટ અનેક પુરાતન અવશેષોનો સાક્ષી

ભાવનગર જિલ્લાનો એક માત્ર અને પુરાતન અવેશેષોની સાથે ઐતિહાસિક લડાઈનો સાક્ષી રહેલો પીરમ ટાપુ ઘોઘાના દરિયાથી 4 km અંદર આવેલો છે. ઘોઘાથી 6 km ના અંતરે ખંભાતના અખાતમાં આવેલું પીરમબેટ પ્રવાસીઓ માટે ઉત્તમ સ્થાન છે.

પીરમબેટની માલિકી સ્વ.સિધ્ધરાજસિંહ રાઓલની છે. પીરમબેટ સુધી પહોંચવા માટે પાણીની ભરતી-ઓટના ચોક્કસ સમયે મશીનવાળી હોડી મારફત એકાદ કલાકની મુસાફરી કરી પહોંચવું પડે છે. આ ટાપુ પર જૂની મૂર્તિઓ અને નાશ પામેલી પ્રજાતિના અવશેષો મળ્યાના પણ પુરાવા છે.
 
ભાવનગર રાજ્યના રાજવીઓના પૂર્વજો પૈકીના વીર મોખડાજી ગોહિલે પીરમબેટને પોતાની રાજધાની બનાવી મોગલ સલનત સાથે લડાઈ પણ કરી હતી. અંગ્રેજોએ વહાણવટા પર નજર રાખવા 24 મીટર ઉંચી દીવાડાંડી બનાવી હતી. આ ટાપુ પર માનવ વસાહત એકપણ નથી. 50થી વધુ પ્રકારના જળચર સહિતના પક્ષીઓ વસવાટ કરતા હોવાનો અંદાજ છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો