ગુરુવાર, 27 સપ્ટેમ્બર, 2018

વર્લ્ડ ટૂરિઝમ ડે:આજે ગુજરાતના આ પ્રવાસન સ્થળની ખાસ લેજો મુલાકાત


 Chania

27 સપ્ટેમ્બરની ઉજવણી વર્લ્ડ ટૂરિઝમ ડેતરીકે કરવામાં આવે છે, ત્યારે ગુજરાતની ધરોહર તરીકે પાટણની ઓળખ એવી રાણીની વાવને 23 તારીખ થી 27 તારીખ સુધી દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. સરકાર દ્વારા ચાલતા પ્રવાસન પર્વના ભાગરૂપે રાણીના પ્રેમના પ્રતીક એવી રાણીની વાવને એક સપ્તાહ સુધી સુંદર રીતે શણગારવામાં આવી છે.

પાટણનું નામ સમગ્ર વિશ્વની ફલક પર મુકનાર રાણીની વાવને ઝળહળતી દેખવા માટે માત્ર પાટણ જિલ્લાના જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના લોકો આવી રહ્યા છે. પ્રવાસન પર્વ દરમ્યાન આ રાણીની વાવને વધુમાં વધુ સહેલાણીઓ જોવાનો લાભ મેળવે તેમાટે વાવને સાંજે 6 વાગ્યાની જગ્યાએ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી મુકવામાં આવી છે અને તેમાંય ખાસ કરીને સાંજે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી સહેલાણીઓ માટે મફત પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પ્રવાસન પર્વના ભાગરૂપે શણગારેલ રાણીની વાવને નિહાળવા 3 લાખ સહેલાણીઓ દ્વારા વાવને નિહાળવામાં આવી છે.

ગુજરાતમાં આ વર્ષે ઓછા પ્રવાસીઓનો આંકડો ચિંતાજનક છે. સામાન્ય રીતે વધુ સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષવા માટે કોઇ એક રાજ્યમાં ઐતિહાસિક ધરોહર, ધાર્મિક મહાત્મ્ય, દરિયા કિનારો, રણપ્રદેશ, હિલસ્ટેશન જેવી લાક્ષણિક્તા હોવી જરૂરી છે. આ તમામ પ્રકારની લાક્ષણિક્તા ગુજરાતમાં મોજૂદ હોવા છતાં વર્ષ દરમિયાન સૌથી વધુ પ્રવાસીઓ આવતા હોય તેવા રાજ્યમાં ગુજરાત છેક 9માં ક્રમે છે.

ગુજરાતમાં સોલંકી યુગથી અસ્તિત્વ ધરાવે છે રાણકી વાવ
રાણકી વાવનું બાંધકામ ઇ.સ. 1022થી 1062-63 સુધી ચાલ્યું. કાળક્રમે સરસ્વતી નદીના પુરના પ્રકોપે આ વાવ થળાઇને દટાઇ ગઈ હતી. ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા ૧૯૬૮માં પાટણમાં ઉત્ખનન શરૂ થયું અને 1980માં આ રાણકી વાવ પૂર્ણ રીતે ખોદી કઢાઈ. ગુજરાતની બધી જ વાવમાં રાણકી વાવ શિરમોર સમી છે. અને એટલે જ એને યુનેસ્કો તરફથી પુરાતત્વ વારસા તરીકેનું સ્થાન મળ્યું છે. જોકે આજે આ બેમનુંમ વારસો ખાનગી હાથોમાં જવા જઈ રહ્યો હોવાથી સહેલાણીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

રાણી ઉદયમતીએ જે વાવ બંધાવી તે રાણીની વાવ

ઉત્તર ગુજરાતના આ પ્રાચીન ઐતિહાસિક સ્થળને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન અપાયું છે. સરસ્વતી નદીના કિનારે આવેલી આ વાવ ગુજરાતના સોલંકી યુગની ભેટ છે. સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકી, તેનો પુત્ર ભીમદેવ પહેલો, ભીમદેવ પહેલાનો પુત્ર કર્ણદેવ અને કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહ, જેમના સમયમાં સિદ્ધપુરમાં રુદ્ર મહાલયનું બાંધકામ પૂર્ણ કરી ભીમદેવ પહેલાએ મોઢેરામાં સૂર્યમંદિર બંધાવ્યું જ્યારે તેની રાણી ઉદયમતીએ જે વાવ બંધાવી તે રાણીની વાવ અથવા રાણકી વાવ તરીકે જાણીતી થઈ હતી.

ઐતિહાસિક ધરોહર હવે સરકારના હાથમાંથી સરકીને ખાનગી હાથોમાં જશે!

પાટણનની જગવિખ્યાત રાણીનીવાવ પર મંડરાઈ રહ્યું છે. ગ્રહણ કારણ કે આ ઐતિહાસિક ધરોહર હવે સરકારના હાથમાંથી સરકીને ખાનગી હાથોમાં જઈ રહી હોવાના સમાચાર મળી રહ્યા છે. જોકે ખાનગી કરણને લઈને સહેલાણીઓમાં ચિંતા પણ છે. ખાનગી કરણને પણ સર્માવે તેવી આવક મેળવતી વાવને કેમ ખાનગી કંપનીને આપવાની જરૂર પડી તે એક સવાલ હાલના સમય માં ઉભો થવા પામ્યો છે.

પાટણની રાણીની વાવ ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત આ સ્મારક છે. આમાં પ્રવેશ માટે ટિકિટ લેવી પડતી હોય છે. વરસે દહાડે લગભગ ત્રણ લાખ કરતાં વધારે મુલાકાતીઓ આ વાવની મુલાકાત લે છે. પાટણ જિલ્લાના મુખ્યમથક પાટણ શહેરની ઉત્તર પશ્વિમે બે કિલોમીટર દૂર સરસ્વતી નદીના કિનારે આ વાવ આવેલી છે. ગુજરાતમાં પથ્થરની જે સુંદર અને અલંકૃત વાવો જળવાઈ રહી છે.

તેમાંની એક આ વાવ ભીમદેવ પહેલા (ઇ.સ. ૧૦૨૨-૧૦૬૪)ની પત્ની રાણી ઉદયમતીએ બાંધવી હોવાનો ઉલ્લેખ પ્રબંધ ચિંતામણિમાં આવે છે. આ વાવ 65 મીટર લાંબી અને 20 મીટર પહોળી છે. કૂવાનો ભાગ 28 મીટર ઊંડો છે. મૂળમાં આ વાવ સાત મજલાની હતી જેનો પ્રથમ મજલો તૂટી પડ્યો છે. શિલ્પશાસ્ત્રના ગ્રંથો મુજબ આ નંદાપ્રકારની વાવ ગણી શકાય. આ વાવ જાણે કે પથ્થરોમાં કંડારાયેલી કવિતા છે અને એની વિપુલ શિલ્પ સમૃદ્ધિમાં શૈવ, વૈષ્ણવ તેમજ શક્તિ સંપ્રદાયને લગતા અનેક શિલ્પો જોવા મળે છે. વાવના કૂવાની દિવાલોમાં દેવીદેવતાઓના શિલ્પો તથા શેષશાયી વિષ્ણુનું ઉત્કૃષ્ઠ શિલ્પ બેનમૂન છે.

2014માં વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાઈ હતી 

પાટણની સુપ્રિધ્ધિ રાણકીવાવને યુનેસ્કોની ટીમ દ્વારા મુલાકાત લઈ તેનાં રીપોર્ટના આધારે યુનેસ્કોની ટીમ દ્વારા તા.રર જૂન ર૦૧૪ માં રાણકીવાવને વર્લ્ડ હેરીટેમાં સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

શા-માટે વાવ બાંધવામાં આવતી?

સામાન્ય રીતે પશ્ચિમ ભારતમાં વાવ ઘણી જગ્યાએ જોવા મળે છે. આ ઉપરાંત અન્ય વધુ ઊંડાઇએ તેમજ એક સ્થળે થી બીજા સ્થળે પહોંચવા માટે નું અંતર વધારે હોય, જ્યાં પીવા લાયક પાણી ઓછું મળતું હોય એવા શુષ્ક વિસ્તારોમાં જેમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે, ત્યાં પણ વાવ બંધાયેલી જોવા મળે છે. વાવનું બાંધકામ આમ તો પાણીનો સરળતાથી ઉપયોગ કરવા માટે જ કરવામાં આવતું હતું, આમ છતાં કેટલીક જગ્યાઓ પર આ બાંધકામ વેળા આ વાવ મહત્વપૂર્ણ સ્થાપત્ય બને અને વ્યક્તિ કે રાજ્યની ઓળખ બની રહે તે હેતુથી કરવામાં આવતું હતું.

અડાલજની વાવનો ઈતિહાસ

અડાલજ ગામની સીમમાં ઇ.સ. ૧૪૯૯ના વર્ષમાં વીરસંગ વાધેલાની પત્ની રાણી રૂડીબાઈ માટે રાજા મહમદ બેગડાએ વાવનું નિર્માણ કરાવ્યું હતું. તેથી આ વાવ અડાલજની વાવ અથવા રૂડીબાઈની વાવના નામથી પ્રચલિત થઇ. આ વાવનાં નિર્માણમાં તે સમયના અંદાજે ૫ લાખ રુપિયાનો ખર્ચ થયો હતો. આ વાવના સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાના દીકરા મારન હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો