રવિવાર, 19 ઑગસ્ટ, 2018


સિક્સ ફટકારી ટેસ્ટ કેરિયર શરૂ કરનાર પહેલો ભારતીય ક્રિકેટર બન્યો પંત
 Image result for rishabh pant
- ભારતના સન્માનજનક સ્કોરની આશા પંત પર ટકેલી છે



ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ટેસ્ટ કેપ મેળવનાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે એક એવું કારનામું કર્યું છે જે અગાઉ કોઈ ભારતીય ક્રિકેટર કરી શક્યો નથી.
રિષભ પંતે સિક્સ ફટકારીને પોતાની ટેસ્ટ કેરિયરની શરૂઆત કરી છે. આવું કરનાર તે પહેલો ભારતીય ક્રિકેટર બન્યો છે.
રિષભ પંતે પોતાની બેટિંગના બીજા જ બોલે આદિલ રશીદની બોલિંગમાં લોન્ગ ઓન પર ગગનચુંબી છક્કો ફટકારી ખાતુ ખોલ્યુ હતુ.
પહેલા દિવસની રમતના અંતે ભારતે 6 વિકેટ ગુમાવીને 307 રન બનાવ્યા છે. રિષભ પંત 22 રને નોટઆઉટ છે. આજે ભારતના સન્માનજનક સ્કોરની આશા પંત પર ટકેલી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો