શુક્રવાર, 20 એપ્રિલ, 2018


મિસિસ ઇન્ડિયા પેજન્ટમાં વડોદરાની પરિણીત સુંદરી રનર અપ બની




110 કિલો વજન હતુ અને દ્રઢ નિશ્ચયથી 50 કિલો વજન ઉતાર્યુ.


દિલ્હી ખાતે તાજેતરમાં સંપન્ન થયેલી મિસિસ ઇન્ડિયા ક્વીન ઓફ સબસ્ટન્સ પેજન્ટમાં વડોદરાની પરિણીત સુંદરી મેધા એન્જિનિયર સેકન્ડ રનર્સ અપ બની છે. મેધા મૂળ વડોદરાની જ છે અને ૧૬ વર્ષ યુએસ અને કેનેડામાં રહ્યા બાદ પરત વડોદરા આવી છે.

રોજ નિયમિત એક્સરસાઇઝ અને હળવા ખોરાક દ્વારા મેં મારા વજનમાં ૫૦ કિલોનો ઘટાડો કર્યો
પોતાની આ સિદ્ધી અંગે મેધાએ કહ્યું હતું કે 'બીજી સ્ત્રીઓની જેમ મને મારી ઉમર  બતાવતા શરમ નથી આવતી હું ૪૦ વર્ષની છું અને મે પેજન્ટમાં એટલા માટે ભાગ લીધો કે ભારતીય સ્ત્રીઓ અને ખાસ કરીને ગુજરાતી સ્ત્રીઓને મેસેજ આપવા માગુ છું કે લગ્ન કરીને માતા બન્યા બાદ જીવન પુરૃ થતુ નથી હકિકતે તે પછી બીજી ઇનિંગ શરૃ થાય છે. રોજ એક કલાક એક્સરસાઇઝ કરો અને શુધ્ધ તથા હળવો ખોરાક લેવાથી તમે પણ વિશ્વ સુંદરી બની શકો છો.

બે વર્ષ પહેલા હું કેનેડામાં હતી ત્યારે મારૃ વજન ૧૧૦ કિલો હતું. ત્યાના લોકોની ફિટનેસ પ્રત્યેનો પ્રેમ જોઇને હું પણ પ્રેરાઇ અને મે એક્સરસાઇઝ અને હળવા ખોરાકથી ૫૦ કિલો વજન ઓછુ કરી નાખ્યું અને કેનેડાની નેશનલ ફિટનેસ કોમ્પિટિશનમાં છઠ્ઠા નંબર પર વિજેતા થઇ.

વડોદરા રિટર્ન આવ્યા બાદ મારા પતિ અનુપે મને મિસિસ ઇન્ડિયા કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી અને વિવિધ રાઉન્ડના અંતે એનઆરઆઇ અને ભારતની મળીને ૪૫ સુંદરીઓ વચ્ચેની કોમ્પિટિશનમાં હું સેકન્ડ રનર અપ વિજેતા થઇ'.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો