શુક્રવાર, 20 એપ્રિલ, 2018


માત્ર ૮ વર્ષની વયે શંકરાચાર્યજીએ દ્વારકામાં સ્થાપી હતી શારદાપીઠ


  • ·        આજે દ્વારકામાં ઉજવાશે આદિ શંકરાચાર્યની જન્મ જયંતી
  • ·        રાજા સુધન્વાને અપાયેલા તામ્રપત્રમાં શારદાપીઠની સ્થાપનાનો ઉલ્લેખ; એ સમયે દ્વારકાએ પશ્ચિમ ભારતની રાજ

સંસ્કૃતને દેવભાષા તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં જીવનમુલ્યો આધારિત વૈદિક શિક્ષણનો ધર્મધ્વજ ફરકારવવાનું કામ સૈકાઓ અગાઉ આદિ શંકરાચાર્યજીએ કર્યું હતું. દ્વારકામાં તેઓએ ૮ વર્ષની ઉંમરે શારદાપીઠની સ્થાપના કરી સંસ્કૃત ભાષાના પ્રશિક્ષણનો પ્રારંભ કર્યો હતો જે કામ આજે પણ સંસ્કૃત પ્રેમી વિદ્વાનો માટે આકર્ષણરૃપ બની રહ્યું છે.

આદિ શંકરાચાર્યજીએ પશ્ચિમ ભારતમાં પોતાની પ્રથમ પીઠ અહીં આઠમી સદીમાં સ્થાપી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. તેનું નામ શારદાપીઠ રાખવામાં આવ્યું હતું. પછી થી તેમણે પોતાના શિલ્ય મંડન મિશ્રને સુરેશ્વરાચાર્ય નામ આપી આ પીઠના પ્રથમ શંકરાચાર્ય તરીકે નિમ્યા હતા. દ્વારકાએ સમયે પશ્ચિમ ભારતની રાજધાની ગણાતી હતી. તેથી અહીં જૈન, વૈષ્ણવ, શિવા સુર્ય અને સાકત સંપ્રદાયના મહાન તિર્થ આવેલા હોવાથી આદિ શંકરાચાર્યે અહીં પીઠની સ્થાપના કરી હતી. આદી શંકરાચાર્ય ઉપરાંત રામાનુજાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઇ, નરસિંહ મહેતા જેવા ભકતો કબીર અને ગુરૃનાનક જેવા સંતોએ પણ દ્વારકાનગરીની યાત્રા કરી હતી.

આદિ શંકરાચાર્યની જન્મ જયંતીની તા. ૨૦ એપ્રિલના દ્વારકા ખાતે ઉજવણી થનાર હોવાનું જણાવી દ્વારકાધીશ સંસ્કૃત એકેડમી એન્ડ ઇન્ડોલોનું રીસર્ચ ઇન્સ્ટીટયૂટના પથદર્શક પ્રા. જયપ્રકાશ દ્વિવેદી જણાવે છે કે, આદિ શંકરાચાર્યએ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી. તેનો ઉલ્લેખ તામ્રપત્રમાં જોવા મળે છે. એ સમયના રાજા સુધન્વાને અપાયેલા તામ્રપત્રમાં સનાતન ધર્મન્ત સ્થાપના માટે શારદાપીઠની સ્થાપના કરવામાં આવી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે.

સૌરાષ્ટ્ર યુનિ.ની સ્થાપના પૂર્વે અહીં સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના થઇ હતી. એ સમયે અમદાવાદની યુનિવર્સિટી સામે જોડાણ હતું. હવે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે સંસ્કૃત ભાષાના અભ્યાસ, સંવર્ધન, સંશોધનનું કામ ચાલે છે. આદિ શંકરાચાર્ય દ્વારા રચિત સાહિત્ય જૂદા જૂદા ૨૫૦ જેટલા પુસ્તકોમાં જોવા મળે છે. જેમાં ન બહુ પ્રચલિત નર્મદા અષ્ટક્રમ તેઓએ નર્મદાના કાંઠે રચ્યુ હોવાની સંભાવના છે. આદિ શંકરાચાર્યએ માત્ર ૮ વર્ષની ઉંમરે અહીં આવી શારદાપીઠની જે સ્થાપના કરી વૈદિક ધર્મના પ્રચાર - પ્રસારનું કામ હાથ ધર્યું હતું. તે આજે તેમના ઉત્તરાધિકારી એવા ૭૮માં શંકરાચાર્ય સ્વરૃપાનંદ સરસ્વતીજી દ્વારા દેશભરમાં આગળ વધતું રહ્યું છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો