આજે (18/04) વલ્ડૅ હેરિટેજ ડે
રાણકી વાવ સહિતના ઐતિહાસિક સ્થાપત્યોની જાળવણીમાં
સરકાર નીરસ
પાટણના સોલંકી રાજવી
ભીમદેવ પહેલાની યાદમાં રાણી ઉદયમતીએ 11મી
સદીમાં બંધાવેલો શિલ્પ અને સ્થાપત્યનો અદભૂત નમૂનો એટલે રાણકી વાવ.
2014માં વલ્ડૅ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવી.
2014માં વલ્ડૅ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવી.
ઇતિહાસ
અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક
મૂળરાજના પુત્ર ભીમદેવ પહેલા ની રાણી ઉદયમતીએ ૧૧ મી સદીના અંતિમ ચતુર્થાસમાં પ્રજા માટે
પાણીની વ્યવસ્થા ઉભી કરવા ૬૮ મી. લાંબી સાત માળની ર૭ મી. ઉંડી વાવનું નિર્માણ
કરાવ્યું હતું.
સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પુર અને અન્ય ઘટનાક્રમથી આ
વાવ જમીનમાં દફન થઈ ગઈ હતી. જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી
ન હતી. પરંતુ, ર૦ મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં
લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલ માટીને બહાર લાવવા માટે
ઉત્ખનની કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો