વિશ્વ વન દિવસ
દર વર્ષે માર્ચ ૨૧નાં રોજ
આખા વિશ્વમાં વિશ્વ વન દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
જેનો મુખ્ય ઉદ્દેશ્ય વનો દ્વારા મળતા અગણિત લાભો,પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચૂકવવાનો છે. વનોને કઇ રીતે જાળવવા
જોઇએ તથા તેને નુકશાન પહોંચાડ્યા સિવાય તેનું આયોજન અને વ્યવસ્થાપન કઇ રીતે કરવું
જોઇએ કે જેથી અત્યાર સુધી મળતા ફાયદાઓ ભવિષ્યમાં પણ મેળવી શકાય તે અંગેની જાગૃતિ આ
દિવસે ફેલાવવામાં આવે છે.
ઇ.સ. ૧૯૭૧ માં મળેલી ૨૩મી "યુરોપિયન કોન્ફેડરેશન ઓફ
એગ્રીકલ્ચર" ની સામાન્ય સભામાં આ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. જેને
"યુનાઇટેડ નેશન્સ ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન" (Food and
Agriculture Organization) દ્વારા પણ સહકાર મળ્યો.
નવેમ્બર ૨૦૦૫માં "ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO)" (Food and
Agriculture Organization) એ જાહેર કરેલ યાદી મુજબ વિશ્વમાં દર મીનીટે
૨૫ હેક્ટર એટલેકે ૩૬ ફુટબોલ મેદાન જેટલા કુદરતી વનોનો નાશ થઇ રહ્યો છે. જો આ જ ઝડપે વનોનો નાશ થવાનો
ચાલુ રહેશેતો કદાચ એક દિવસ પૃથ્વી વનવિહોણી બની જશે. ભારતનાં સંદર્ભમાં
જોઇએ તો વૈજ્ઞાનિકોના મતે ઓછામાં ઓછી ૩૩% જમીન વનવિસ્તાર ધરાવતી હોવી જોઇએ,જેની સામે આજે ફક્ત ૧૨% જમીન વનવિસ્તાર ધરાવે છે.આથી આપણે ફક્ત વનોને
બચાવવાનાંજ નથી પરંતુ વનવિસ્તાર પણ વધારવાની જરૂર છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો