મોદી-મેક્રોએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં સૌથી મોટા સોલાર
પાવર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું
-વારાણસીમાં
મોદી-મેક્રો એકબીજાના હાથમાં હાથ નાખીને ફરતા જોવા મળ્યા
-ફ્રાન્સના
પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોને બનારસની મહેમાનગતિ અને બનારસના લોકોનો પ્રેમ યાદ રહેશે
: વડાપ્રધાન
-મિત્રોની જેમ વારાણસી ફરેલા મોદી-મેક્રોએ
ગંગામાં નૌકાવિહાર કર્યો
-મોદી-યોગીએ મેક્રોની વારાણસી મુલાકાત યાદગાર બનાવી
ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોએ ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી સાથે ઉત્તર પ્રદેશની મુલાકાત કરી હતી અને મિર્ઝાપુર જિલ્લામાં આવેલા યુપીના સૌથી મોટા સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. વારાણસીના ઘાટ ઉપર નૌકાવિહાર પણ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોએ ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન મોદીના મત વિસ્તાર વારાણસીની મુલાકાત લીધી હતી. એ મુલાકાત દરમિયાન મેક્રો અને મોદી ગાઢ મિત્રોની જેમ વારાણસીના ઘાટ ઉપર હાથમાં હાથ નાખીને ફર્યા હતા. વારાણસીના અસ્સી ઘાટમાં પહોંચ્યા પછી મોદી-મેક્રોએ હોડીમાં બેસીને ગંગાઘાટોને નિહાળ્યા હતાં.
ઘાટો ઉપર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. જેમાં રામલીલાનો પણ સમાવેશ થતો હતો. મોદી-મેક્રોએ રામલીલા જોઈ હતી. કેદાર ઘાટ ઉપર રાધા-કૃષ્ણ અને ગોપીયોના નૃત્યનું આયોજન થયું હતું. એ નૃત્યુ પણ આ બંને નેતાઓએ જોયું હતું. તુલસી ઘાટ ઉપર રામ ચરિત માનસ, અસ્સી ઘાટ ઉપર વૈદિક રૃચા અને માનસરોવર ઘાટ ઉપર કબીરના પદના ગાયનનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
ફ્રાન્સના પ્રમુખ મેક્રો અને વડાપ્રધાન મોદીએ મિર્ઝાપુર જિલ્લામાં ઉત્તર પ્રદેશના સૌથી મોટા સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. ૧૫૫ હેક્ટરમાં ફેલાયેલા આ સોલાર પાવર પ્લાન્ટની ૧૦૦ મેગાવોટ વીજળી પૂરી પાડવાની ક્ષમતા છે. આ પાવર પ્લાન્ટમાં લગભગ ૧ લાખ ૧૯ હજાર જેટલી સોલાર પેનલ લગાવવામાં આવી છે.
ઉત્તર પ્રદેશની મુલાકાતે આવેલા ફ્રાન્સના પ્રમુખ મેક્રો અને તેમના પત્નીનું સ્વાગત વડાપ્રધાન મોદી ઉપરાંત યુપીની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામ નાઈકે કર્યું હતું. અલગ અલગ ઘાટો ઉપર અસંખ્ય લોકો અને શાળાના બાળકોએ હાથમાં ભારત અને ફ્રાન્સનો ધ્વજ લઈને બંને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.
મોડી સાંજે વડાપ્રધાન મોદી અને મેક્રો સહિતના મહાનુભાવોનો કાફલો ડીરેકા મેદાનમાં પહોંચ્યો હતો. ત્યાં મોદીએ વારાણસીના લોકોનો આભાર માનતા કહ્યું હતું કે વારાણસીમાં મેક્રોને જે પ્રેમ અને આવકાર મળ્યો છે એ મહેમાનગતિ મેક્રો ક્યારેક ભૂલી શકશે નહીં. એ માટે તેમણે વારાણસીના નાગરિકોનો આભાર માનતા તેમણે કહ્યું કે આ મારું સૌભાગ્ય છે કે હું અહીં કેટલીય નવી નવી યોજનાઓનું ઉદ્ધાટન કરી શક્યો છું.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો