બુધવાર, 10 જાન્યુઆરી, 2018

થિયેટરોમાં રાષ્ટ્રગીત વગાડવું ફરજિયાત નથી: સુપ્રીમ


- થિયેટરમાં રાષ્ટ્રગીત માટે મારપીટની ઘટના બાદ સરકાર અને સર્વોચ્ચ અદાલતે વલણ બદલ્યું

- સરકારે રાષ્ટ્રગીત ફરજિયાત ન કરવા સુપ્રીમમાં ભલામણ કરી હતી ૨૦૧૬માં સુપ્રીમે રાષ્ટ્રગીતને થિયેટરોમાં ફરજિયાત બનાવ્યું હતું, જે બાદ દિવ્યાંગોને પણ ઊભા થવા ફરજ પડાતી

સુપ્રીમ કોર્ટે આજે પોતાના જ ચુકાદાને લઇને સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે થીયેટરમાં રાષ્ટ્રગીત વગાડવું ફરજીયાત નથી પણ વૈકલ્પીક છે. એટલે કે કોઇ વ્યક્તિ ઇચ્છે તો તેને પ્લે કરી શકે છે. પોતાના જ આદેશને સુપ્રીમ કોર્ટે મોડિફાઇ કર્યો હતો. અગાઉ ૩૦મી નવેમ્બર, ૨૦૧૬ના રોજ સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે થીયેટરમાં રાષ્ટ્રગીત વગાડવું ફરજીયાત રહેશે અને આ દરમિયાન લોકોએ ઉભા થવાનું રહેશે.
બાદમાં કેટલાક એવા કિસ્સા પણ સામે આવ્યા કે લોકોને ફરજીયાત પણે ઉભા કરવામાં આવી રહ્યા છે અને આ માટે મારામારી પણ થવા લાગી. કેટલાક દિવ્યાંગ લોકોને પણ ફરજ પાડવામાં આવી હતી. બાદમાં ગયા વર્ષે ઓક્ટોબર માસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોઇને રાષ્ટ્રગીત દરમિયાન થીયેટરમાં ઉભા થવા માટે દબાણ કરવું અયોગ્ય છે.

જોકે આ સમગ્ર મામલે કેન્દ્ર સરકારે પણ પોતાનું સ્ટેન્ડ બદલવુ પડયું હતું. કેમ કે દેશમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાષ્ટ્રગીત મુદ્દે લોકોની સાથે મારપીટની પણ ઘટના સામે આવી હતી. કોઇ વૃદ્ધ, બિમાર કે અસક્ષમ વ્યક્તિને પણ ફરજીયાત ઉભા કરાયા હતા. એક દિવ્યાંગ વ્યક્તિ ઉભો ન થઇ શક્તા ભીડે તેની સાથે મારપીટ કરી હતી. કેટલાક કિસ્સામાં આખા પરિવારને થીયેટરની બહાર કાઢી મુકવામાં આવ્યો હતો. વધી રહેલી આવી ઘટનાઓને પગલે સરકારે પોતાનું સ્ટેન્ડ બદલવુ પડયું હતું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો