બુધવાર, 27 ડિસેમ્બર, 2017

યુપી સરકારે નવી યોજના “પ્રકાશ હૈ તો વિકાસ હૈ” આરંભ કરી



ઉત્તરપ્રદેશ સરકારે પ્રકાશ હૈ તો વિકાસ હૈ યોજના શરૂ કરી છે, જે રાજ્યમાં ગરીબો માટે એક મફત ઘરગથ્થુ વીજ જોડાણ માટેની યોજના છે. ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિનને ગુડ ગવર્નન્સ ડે (25 ડિસેમ્બરે) ના રોજ રજૂ કરવામાં આવી હતું. 

પ્રારંભમાં, મથુરા જિલ્લાના બે ગામ લોહબન અને ગોસાનાને 100% વીજળીકરણ માટે આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ, રાજ્ય સરકારે 2018 ના અંત સુધીમાં આશરે 16 મિલિયન આવરી લેવાના મહત્વાકાંક્ષા લક્ષ્યાંક નિર્ધારિત કર્યા છે.

કિસાન ઉદય યોજના


યુપી સરકારે કિસાન ઉદય યોજના પણ શરૂ કરી છે, જે ખેડૂતો માટે હાલની 5 HP (Horse Power)/7.5 HP સબમરસીબલ અને કપ્લીંગ સેટ ખેડૂતોને મફતમાં બદલી આપવામાં આવશે. આ યોજના હેઠળ 2022 સુધીમાં 10 લાખ ખેડૂતોને આવરી લેશે અને વીજ વપરાશ પર 35% બચત થશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો