બુધવાર, 27 ડિસેમ્બર, 2017

વસમી વિદાય

   ગિરીજા દેવી  



૮ મે ૧૯૨૯ - ૨૪ ઓક્ટોબર ૨૦૧૭ પદ્મવિભુષણ એવા બનારસી તેમજ સેન્યિા ઘરાનાના તેઓ ભજન, ક્લાસિકલ અને સેમિક્લાસિકલ ગાયિકા હતા. તેઓને 'ક્વીન ઓફ ઠુમરી'નું બિરૃદ મળ્યું હતું.   
 
  કિશોરી આમોલકર  



૧૦ એપ્રિલ ૧૯૩૯ - ૩ એપ્રિલ ૨૦૧૭ હિન્દુસ્તાની અને જયપુર ઘરાનાના શાસ્ત્રીય સંગીત ગાયિકા ભારતનું ઘરેણું મનાતા હતા. ખયાલ, ઠુમરી અને ભજન ગાયનમાં તેઓનું અદ્વિતીય પ્રદાન રહ્યું.    


  પ્રો.યશપાલ  


૨૬ નવેમ્બર,૧૯૨૬ - ૨૪ જુલાઈ, ૨૦૧૭ વિજ્ઞાની, શિક્ષણ શાસ્ત્રી તરીકે તેમનું પ્રદાન આધુનિક અને દ્રષ્ટાસમાન હતું. પદ્મભૂષણ પ્રો. યશપાલ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન પણ રહી ચૂક્યા હતા.    
  શોભા નેહરૃ  



૧૯૦૮- ૨૫ એપ્રિલ, ૨૦૧૭ રાહુલ ગાંધીના દાદી હંગેરીમાં જન્મ અને જ્યુઇસ હતા. બી. કે. નેહરુ જોડે તેમણે લગ્ન કર્યા હતા. ઇન્દિરાના કટોકટીની ટીકા કરતા હોઈ પારિવારિક સંબંધોમાં ઉષ્મા નહોતી.    

  સ્વામી આત્મસ્થાનંદજી  




૧૦ મે, ૧૯૧૯- ૧૮ જૂન, ૨૦૧૭ બેલુર સ્થિત રામક્રીષ્ન મઠના ૧૫મા પ્રમુખ હતા. રામક્રિષ્ન પરમહંસની હયાતીના શિષ્ય વિજનાનંદે તેમની દીક્ષા આપી હતી.      

   કે.પી.એસ. ગીલ  




૧૯૩૪ - ૨૬ મે, ૨૦૧૭ પંજાબમાં ખાલિસ્તાન ઉગ્રવાદની ચરમસીમાના સમયમાં તેઓ પંજાબ રાજ્યના ડીજીપી રહ્યા હતા અને તેઓ નિડર વક્તા, જાંબાઝ અફસર હતા, ભારતીય હોકી ફેડરેશનના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા.    

   યુ.આર. રાવ  




૧૦ માર્ચ, ૧૯૩૨, ૨૪ જુલાઈ, ૨૦૧૭ ઇસરોના અને પીઆરએલના ચેરમેન રહી ચૂકેલા પદ્મવિભૂષણ અવકાશ વિજ્ઞાનીએ ભારતમાં રોકેટ ટેકનોલોજીને આગળ ધપાવી. 'ઇન્સેટ' લોન્ચ તેમના કાર્યકાળ દરમિયાન થયેલો.  




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો