ગ્રેવિટેશનલ વેવ્સનો પૂરાવો
શોધનારા ત્રણ વિજ્ઞાનીને ફિઝિક્સનું નોબેલ
બ્રહ્માંડમાં ક્યાંક 'ગ્રેવિટેશનલ વેવ્સ' એટલે કે ગુરુત્વાકર્ષણના તરંગો છે, એવી સૈદ્ધાંતિક શોધ તો આલ્બર્ટ આઈન્સ્ટાઈને વર્ષ ૧૯૧૩માં જ કરી દીધી હતી.
પરંતુ
ગ્રેવિટેશનલ વેવ્સની હાજરીના પ્રત્યક્ષ પૂરાવા મળતા ન હતા. એ પૂરાવા શોધી કાઢવાનું
કામ અમેરિકન વિજ્ઞાની ત્રિપુટી રેઈનર વાઈઝ, બેરી બારિશ અને કીપ
થોર્પે કર્યું હતું. માટે વર્ષ ૨૦૧૭નું ભૌતિકશાસ્ત્ર (ફિજિક્સ)નું નોબેલ પ્રાઈઝ આ
ત્રણેય વિજ્ઞાનીઓને એનાયત થશે.
જોકે ફેબુ્રઆરી
૨૦૧૬માં જ્યારે પહેલી વખત ગ્રેવિટેશનલ વેવ્સના તરંગો ઓળખી શકાયા ત્યારથી જ નક્કી
મનાતુ હતું કે આ ત્રણેય વિજ્ઞાાની નોબેલ પ્રાઈઝ મેળવશે. ૧૧ લાખ ડોલર કરતા વધુની
રકમ એ ત્રણેયને એનાયત થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો