ભારતના
એક માત્ર મહિલા વડાપ્રધાનઈન્દિરા ગાંધીની "પુણ્યતીથી"
Congratulations : TET-2 Passed Students
ભારતના
ઈતિહાસમાં સૌથી સફળ 15 વર્ષ રાજ કરનાર એક માનુની એટલે ઈન્દિરા ગાંધી.
અટલ બિહારી વાજપેયીએ 1971માં બાંગ્લાદેશ વોર
વખતે ઈન્દિરા ગાંધી માટે કહ્યુ હતુ કે સંસદમાં એક જ મર્દ છે.
ઈન્દિરા
ગાંધીનું નામ આવે એટલે એ મક્કમ માનુની અને ગર્વિતાની સામે દુશ્મનોના પણ માથા
સન્માનમાં એક વાર તો ઝુકી જ જાય એવી વ્યક્તિ.
31મી ઓક્ટોબર 1984ના રોજ પોતાના જ અંગરક્ષકોએ ઈન્દિરા ગાંધીની ગોળીઓ મારીને હત્યા કરી હતી.
ઈન્દિરા પ્રિયદર્શિની
ગાંધી 19 નવેમ્બર 1917ના રોજ જન્મેલા અને 31 ઑકટોબર 1984 રોજ તેમનાજ અંગરક્ષકો દ્વારા તેમની
હત્યા કરાઈ હતી.
1966થી 1977 એમ સળંગ ત્રણ સત્ર સુધી અને 1980થી શરૂ થયેલા ચોથા
સત્રમાં 1984માં તેમની હત્યા થઈ ત્યાં સુધી, એમ કુલ 15 વર્ષ સુધી પ્રજાસત્તાક ભારતના પ્રથમ મહિલા
વડાપ્રધાન તરીકે સત્તા ભોગવી હતી.
તેઓ ભારતના પહેલા અને આજ દિન સુધીના એક માત્ર મહિલા વડાપ્રધાન હતાં.