દુનિયામાં એવુ એરપોર્ટ છે જે 'ભગવાન' માટે રનવે
અને ફ્લાઈટો રોકી દે છે
- જાણો..
ભારતમાં ક્યાં આવેલુ છે આ પારંપારિક એરપોર્ટ તિરુવનંતપુરમ
શું તમે
દુનિયામાં એવુ કોઈ એરપોર્ટ જોયુ છે જે ભગવાન માટે પોતાનો રનવે બંધ કરી દે અને
વિમાનોના ફ્લાઈટના સમયમાં બદલાવ લાવતા હોય? જી હા આવો જ એક
કિસ્સો છે કેરળની રાજધાની તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટનો. જ્યાં પારંપરિક
સ્વામી પદ્મનાભ સ્વામી મંદિર યાત્રામાં આવી પરંપરા છે.
પેનકુની અને
અલપસ્સી તહેવારના અંતિમ દિવસે મંદિરની મૂર્તિઓની યાત્રા સમયે એરપોર્ટ પર ફ્લાઈટ 5 કલાક સુધી રોકી દેવામાં આવે છે. એરપોર્ટ તરફથી 1 અઠવાડિયા
પહેલા જ એરમેનોને આ બાબતે સૂચના આપી દેવાય છે.
એરપોર્ટ
પરિસરમાં આવેલા શનગુમુગમ બીચની પાસે CISFના હથિયારબદ્ધ
જવાન, પૂરી યાત્રા દરમિયાન તૈનાત રહે છે. પવિત્ર યાત્રા બાદ
મૂર્તિઓ પાછી તે જ રસ્તે આવે છે. લોકો પારંપરિક ફાયર લેમ્પ લઈને ચાલે છે. શનિવારે
થનાર આ વાર્ષિક ઉત્સવ દરમિયાન સાંજે 4થી 9 વાગ્યા સુધી એરપોર્ટ પર બધી ફ્લાઈટો રોકી હતી. મંદિર વહીવટ અનુસાર એરપોર્ટ
1932માં બનેલા અને આ પરંપરા આ પહેલાથી ચાલતી આવી છે.
તિરુવનંતપુરમ
એરપોર્ટ જ્યોર્જ જી થારાકને કહ્યું કે મને નથી લાગતુ કે આ પ્રકારની પ્રેક્ટિસ પૂરી
દુનિયામાં ક્યાંય બીજે થતી હશે. પૂરા 5 કલાક સુધી રનવે બંધ
રહે છે અને બધા આંતરરાષ્ટ્રીય ઉડાણો રોકવામાં આવી હતી. આ દરમિયાન એરપોર્ટ પરિસરથી
તે જ લોકોને પસાર થવા દેવામાં આવે છે. જેની પાસે ખાસ પાસ હોય છે. પાસ માટે મંદિર
તરફથી લિસ્ટ સોંપવામાં આવે છે.
આ પારંપરિક
યાત્રાની શરૂઆત ત્રાવણાકોરના શાહી પરિવારના મુખિયા મૂલમ તિરુનલ રામા વર્મા કરે છે.
તે પારંપરિક લીલી ટોપી અને તલવાર લઈને ચાલે છે. તેની પાછળ શાહી પરિવારના સભ્ય, પૂજારી, શણગારેલા હાથી, પોલીસ
બેન્ડ અને સુરક્ષા જવાન ચાલે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો