ઝીલ દેસાઈએ ચારેય
ગ્રાન્ડ સ્લેમની જુનિયર ઈવેન્ટમાં ભાગ લઈને ઈતિહાસ સર્જ્યો
અમદાવાદની ઝીલ દેસાઈએ
યુએસ ઓપન જુનિયર ગર્લ્સ સિંગલ્સમાં ભાગ લેવાની સાથે ઈતિહાસ રચી દીધો હતો.
ઝીલ એક જ
સિઝનમાં ચાર ગ્રાન્ડ સ્લેમમાં સિનિયર કે જુનિયર લેવલે ભાગ લેનારી ગુજરાતની
સૌપ્રથમ ખેલાડી બની ગઈ છે.
ન્યૂ યોર્કના ફ્લશિંગ મેડોવ્સ ખાતે
ચાલી રહેલી સિઝનની આખરી ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપનની જુનિયર ગર્લ્સ કેટેગરીમાં ઝીલ
દેસાઈને ૧૨મો સીડ ધરાવતી ઓસોરીયો સેરાનો સામે ૪-૬, ૭-૬ (૭-૫),
૩-૬થી હારનો સામનો કરવો પડયો હતો. ઝીલ દેસાઈએ ચાલુ વર્ષે
ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડનમાં જુનિયર સિંગલ્સ
અને ડબલ્સ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. તે ઓસ્ટ્રેલિયન ઓપન જુનિયર ગર્લ્સ સિંગલ્સની
ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશનારી સૌપ્રથમ ગુજરાતી ખેલાડી બની હતી. તેણે બહમાસમાં યૂથ
કોમનવેલ્થ ગેમ્સમાં ડબલ ગોલ્ડ મેડલ જીત્યા હતા. ઝીલ હવે આગામી સિઝનથી ટેનિસમાં
સિનિયર કેટેગરીમાં ભાગ લેવાનું શરુ કરશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો