કાશ્મીરના શહીદની પુત્રી
ઝોહરાનો અભ્યાસનો ખર્ચ ગંભીર ઉઠાવશે
- અન્ય ક્રિકેટરોએ અનુસરવા જેવો
ગંભીરનો નિર્ણય
- ' ઝોહરા હું તારા
માટે હાલરડું તો ગાઈ શકતો નથી, પણ હું તને તારા સપનાને
સાર્થક કરવામાં મદદ કરીશ'
તા. 5 સપ્ટેમ્બર,
2017, તાજેતરમાં કાશ્મિરમાં શહીદ થયેલા આસીસ્ટન્ટ પોલીસ સબ
ઈન્સ્પેક્ટર અબ્દુલ રશીદની પાછળ આક્રંદ કરી રહેલી નાનકડી પુત્રી ઝોહરાની તસવીરો
અને વિડિયોએ દેશભરના નાગરિકોને હચમચાવી દીધા હતા. શહીદ પિતાની યાદમાં આંસૂ વહાવતી
ઝોહરાની મદદ માટે ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર આગળ આવ્યો છે. ગંભીરે આજીવન ઝોહરાના
અભ્યાસનો તમામ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે.
ઝોહરાની આક્રંદ કરતી તસવીર સોશિયલ
મીડિયા પર શેયર કરતાં ગંભીરે ભાવુક કોમેન્ટ કરતાં લખ્યું હતુ કે, ઝોહરા હું
તારા માટે હાલરડું તો ગાઈ શકતો નથી, પણ હું તને તારા સપનાને
હાંસલ કરવામાં મદદ કરીશ. હું આજીવન તારા અભ્યાસનો ખર્ચ ઉઠાવીશ. નાનકડી ઝોહરાએ આ
અંગે પ્રતિભાવ આપતાં એક એજન્સીને જણાવ્યું હતું કે, 'થેંક્યૂ
ગૌતમ સર, તમારા આ તૈયારી જોઈને હું અને મારો પરીવાર ખુશ છીએ.
હું ડોક્ટર બનવા માગુ છુ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો