સોમવાર, 21 ઑગસ્ટ, 2017

ભારત અમેરિકા પાસેથી બે અબજ ડોલરના ખર્ચે ૨૨ ડ્રોન ખરીદશે



અમેરિકાએ સમુદ્ર પર નજર રાખી શકે તેવા ૨૨ ડ્રોન બે અબજ ડોલરની કીમતે ભારતને વેચવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી અમેરિકામાં ૨૦૦૦ નોકરીઓનું સર્જન થશે અને ભારત અને અમેરિકાના સંબધો વધુ મજબૂત બનશે તેમ આ સોદામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર એક અમેરિકન અધિકારીએ જણાવ્યું છે.

જનરલ એટોમિકના યુએસ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટ્રેટિજિક ડેવલોપમેન્ટના ચીફ એક્ઝિકયૂટીવ વિવેક લેલે ગઇકાલે એટલાન્ટિક કાઉન્સીલને જણાવ્યું હતું કે આ સમજૂતીથી ભારત અને અમેરિકા વચ્ચેના સંરક્ષણ સંબધો વધુ મજબૂત બનશે. સમુદ્ર પર નજર રાખતા આ ડ્રોનથી ભારતીય નેવીની ક્ષમતા વધશે.

વિવેક લેલે ટ્વિટર પર જણાવ્યું હતું કે ડ્રોનના વેચાણથી બંને દેશો વચ્ચેના સંબધો વધુ મજબૂત થશે. જૂન મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની વ્હાઇટ હાઉસમાં મળેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ ડ્રોનનું નિર્માણ અમેરિકન કંપની જનરલ એટોમિક કરશે. કંપનીએ જણાવ્યું છે કે ચીન દક્ષિણ ચીન સમુદ્ર પર કબજો જમાવવાના પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે ભારત પોતાના રક્ષણ માટે વધુ શક્તિળાળી બને તે જરૃરી છે.  ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારતને ઇઝરાઇલ પાસેથી ૪૦ કરોડ ડોલરના ખર્ચે ૧૦ એડવાન્સ્ડ હેરોન ડ્રોન મળ્યા છે. વિવેક લેલે વધુમાં જણાવ્યું હતું કે આ સમજૂતીને કારણે વેચાણ સહિતની કુલ ૨૦૦૦ નોકરીઓનું નિર્માણ થશે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો