સોમવાર, 21 ઑગસ્ટ, 2017

પાક.ના 'મધર ટેરેસા'ને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય


પાકિસ્તાનના મધર ટેરેસા તરીકે જાણીતા અને  જર્મનીના મૂળ નિવાસી રૃથ કેથેરિન માર્થાને આજે મરણાંપરાંત સંપૂર્ણ કક્ષાનો રાજકીય સન્માન અપાયો હતો. આમ પાક.માં આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ખ્રિસ્તી મહિલા બન્યા હતા.

પાકિસનમાં કુષ્ટરોગ, ટીબી અને અન્ય પ્રકારના રોગોના નિવારણ માટે આખી જીંદગી ઝઝુમનાર માર્થા ૧૦ ઓગસ્ટના રોજ ૮૭ વર્ષની વયે ગુજરી ગયા હતા. ૧૯૨૯માં લિપઝિંગ તરીકે જન્મેલા માર્થા ભારત થઇ પાકિસ્તાનામાં ૧૯૬૦માં આવ્યા હતા અને અત્રેની કુષ્ટરોગની કોલોનીમાં સેવા માટે રોકાઇ ગયા હતા.


કરાચીમાં જ્યારે તેમણે કુષ્ટરોગીઓને ઉંદરનો ભોજન બનતા જોયા ત્યારે ખૂબ જ હતાશ થઇ ગયા હતા અને ત્યાર પછી અહીંયા જ રહી ગયા હતા. તેઓ આરોગ્ય કર્મચારી તરીકે પાક.માં જ રોકાઇ ગયા હતા અને મેરી એડિલેડ લેપ્રોસી સેન્ટરની સ્થાપના કરી હતી. પાક.ના વડા પ્રધાન શાહીદ ખાકાન અબબાસીએ તેમને અંજલી આપતાં કહ્યું હતું કે ' પાક.માંથી કુષ્ટરોગ નિવારણ માટે આજીવન સેવા આપવા બદલ પાક. તેમનો આભારી છે. પાકિસ્તાન તેમની આ નિસ્વાર્થ સેવા બદલ તેમનો ઋુણી રહેશે' પાકિસ્તાની સૈનિકો તેમના કોફિનને લઇને  કરાચીના સદર વિસ્તાકમાં સેન્ટ પેટ્રીક કેથેડરલ ચર્ચ પહોંચ્યા હતા. રાષ્ટ્રીય ધ્વજમાં લપેટાયેલા તેમના પાર્થિવ શરીરને ૧૯ બંદુકોની સલામી અપાઇ હતી. આ પ્રસંગે સેનાની ત્રણે પાંખના જવાનો હાજર હતા.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો