31મી જુલાઈ
ઉપન્યાસ સમ્રાટ દિગ્વંત પ્રેમચંદનો જન્મદિવસ . . .
આધુનિક હિન્દી
અને ઉર્દૂ સાહિત્યકાર મુનશી પ્રેમચંદનો જન્મ 31મી જુલાઈ 1880ના રોજ વારાણસી નજીક આવેલ લમ્હીગામમાં થયો હતો. તેમના પિતા મુનશી અજાયબલાલ
જેઓ પોસ્ટમાસ્તર હતા. માતા આનંદીદેવી સુંદર, સુશીલ અને સુઘડ
સ્ત્રી હતા. પ્રેમચંદનું મૂળ નામ ધનપતરાય હતું. પરંતુ તેમના કાકા જમીનદાર હતા તેઓ
તેમને નવાબ કહેતા હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ સ્થાનિક મદરેસમાં મૌલવી પાસે લીધું
હતું. જ્યાં તેમણે ઉર્દૂ ભાષા શીખી હતી. પ્રેમચંદ સાત વર્ષના હતા ત્યારે માતાનું
અવસાન થયું.
જ્યારે તેઓ સોળ
વર્ષના થયા ત્યારે પિતાનું અવસાન થયું. ત્યારપછી તેમનો ઉછેર સાવકીમાએ કર્યો હતો.
પ્રેમચંદના લગ્ન બાજુના ગામની 15 વર્ષની યુવતી સાથે
થયા હતા. સ્વભાવે પત્ની પ્રતિકૂળ બનતાં તેઓ ઈ.સ. 1899માં
પ્રેમચંદ ઘર છોડી દેતાં વૈવાહિક જીવનનો અંત આવ્યો હતો. અને તેમની પત્ની પોતાના
પિયર ચાલી ગઈ હતી. સાત વર્ષ પછી જ્યારે તેની વિધવા સાથે કોઈ લગ્ન કરવાના છે તેવી
જાહેરાત પેપરમાં જોઈ ત્યારે તેઓ બીજીવાર વિધવા કન્યા શિવરાનીદેવી સાથે લગ્ન કર્યા.
ઈ.સ.1899માં તેમણે લમ્હી છોડી દીધું હતું. ત્યારબાદ તેમણે ચૂનાર ટાઉનમાં મિશન
શાળામાં સ્કૂલ માસ્તરની નોકરી માત્ર રૂ. 18 વેતનમાં
સ્વીકારી.ઈ.સ. 1904માં તેમણે વર્નાક્યુલરની પરીક્ષા પાસ કરી
હતી. ત્યારબાદ તેમની કાનપુરમાં ડેપ્યુટી ઇન્સ્પેકટર ઓફ સ્કૂલ્સ તરીકે બદલી થઇ હતી.
તેમનું
સાહિત્યિક જીવન ઈ.સ. 1901 થી શરૂ થયુ હતું. તેમણે પ્રથમ નવલકથા અસરાર-એ-માઅબીદલખી હતી. જે ઉર્દૂ અઠવાડિક
અવાઝ-અ-ખલ્કમાં પ્રકાશિત થઇ હતી. તેમણે સાહિત્યિક ઉપનામ શરૂઆતમાં ‘ નવાબરાય’ અને પાછળથી ‘પ્રેમચંદ’
રાખ્યું હતું.
ઈ.સ. 1921માં તેમણે ગાંધીજીના કહેવાથી સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું.
ઈ.સ.1921માં તેમને ત્યાં પુત્ર અમૃતરાયનો જન્મ થયો.
પ્રેમચંદની
લેખનશૈલીનું મુખ્ય લક્ષણ રસપ્રદ વાર્તા લખવાનું અને સાદી ભાષામાં લખવાનું હતું.
તેમની નવલકથાઓમાં ગ્રામ્ય જીવનની મુશ્કેલીઓ વર્ણવાઈ છે. તેઓ ઉચ્ચ પ્રકારની
હિન્દીનો પોતાના લેખનમાં ખૂબ ઓછો ઉપયોગ કરતાં અને આમ આદમીના ડાયલોગ વધુ રજુ કરતા.
પ્રેમચંદજીએ
પોતાના જીવનકાળ દરમ્યાન અનેક વાર્તાસંગ્રહો અને નવલકથાઓ લખી. ‘ સાંજે વતન’, ‘વરદાન’, ‘રંગભૂમિ’,
‘શ્યામા’, ‘ નિર્મલા’, ‘ સેવાસદન’,’કર્મભૂમિ’, ‘ ગોદાન’
અને ‘ ગબન’ વગેરે કૃતિઓ
સાહિત્યમાં સિતારાની જેમ ચમકી રહી છે. કેટલીક કૃતિઓમાં ભારતીય ભાષાઓમાં અનુવાદ પણ
થયા છે. તેમની સામાજિક સમસ્યાઓને સ્પર્શતી વાર્તાઓ અને નવલકથા લખીને ભારતમાં
અદ્દભૂત જાગૃતિ આવી હતી. તેમના ‘ સુરદાસ’, સોફી’, ‘નિર્મલા’, ‘ સુમન’
અને ‘ પ્રેમશંકર’ જેવા
અનેક પાત્રોએ એક નવો સંસાર રચ્યો છે જે માનવીને ઉન્નત રસ્તે લઇ જવામાં પ્રેરક
બન્યા છે.
પ્રેમચંદે 300 ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ, નિબંધો
અને પત્રો લખ્યા છે. તેમણે કેટલાક નાટકોનો અનુવાદ પણ કર્યો છે. પ્રેમચંદની કૃતિઓ
આધારિત ફિલ્મો બની છે જેમાં ઈ.સ. 1977માં ‘‘ગોધૂલિ, ઈ.સ. 1966માં ગબન,
ઈ.સ. 1963માં ગોદાન , ઈ.સ.
1938માં સેવાસદન , અને ઈ.સ. 1943માં મજદૂર ફિલ્મો બની છે. આ ઉપરાંત ઈ.સ. 1980માં
નિર્મલા અને ઈ.સ. ઈ.સ.અ 1981માં
સદ્દગતિ ટીવી સીરીયલ પણ રજુ થઇ હતી. હિન્દી સાહિત્યકાર આઠમી ઓક્ટોબર 1963ના રોજ સવારે સાડા સાતે તેઓ અનંત
નિદ્રામાં પોઢી ગયા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો