સોમવાર, 31 જુલાઈ, 2017

 Today’s Current Affairs....
TET-II EXAM ON 20 / 08 / 2017 ......   GIVE ONLINE TEST FOR PRACTISE.......   DOWNLOAD ANDROID APP......   


Persons


દેશને માટે મરી ફીટવાની અને કુરબાન થઈ જવાની દેશ દાઝ લઈને જન્મેલા ઉધમસિંઘને 31મી જુલાઈ 1940ના રોજ ફાંસીને માંચડે ચઢાવી દેવાયા હતા.

Defence


ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ(DRDO) ઓર્ગેનાઈઝેશને રિમોટથી ચલાવી શકાય એવી 'મુન્ટ્રા' નામે ઓળખાતી આ માનવરહિત ટેન્ક વિકસાવી છે. ભારતીય સેના દેખરેખ માટે, સુરંગો શોધવા માટે અને પરમાણુ-જૈવિક ખતરાનું સર્વેક્ષણ કરવા માટે આ ટેન્કોનો ઉપયોગ કરી શકે છે.


Sport



ચેક રિપબ્લિકમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતના શિવ થાપાએ ૬૦ કિગ્રા વજન વર્ગમાં અને કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડાલીસ્ટ મનોજ કુમારે ૬૯ કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. 



History

કામાગાટા મારૂ ઘટના 23 મે, 1914ની છે. તે સમયે 376 પ્રવાસીઓને લઈને જઈ રહેલ જહાજને ઈમિગ્રેશન વિવાદને કારણે કેનેડામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેમાંથી મોટાભાગના યાત્રી સિખ, મુસ્લિમ અને હિન્દૂ હતા. તેમાંથી અનેક યાત્રી ભારત પરત ફર્યા બાદ વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયા હતા.સરકારી ટંકશાળ, મુંબઈએ મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રીકાથી પરત ફરવાની શતાબ્દી તથા કામાગાટા મારૂ ઘટના પર સ્મૃતિ સિક્કાનું વેચાણ શરૂ કર્યું છે. આ સિક્કા મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રીકાથી પરત ફરવાની શતાબ્દીની થીમ પર આધારિત છે અને 100 અને 10 રૂપિયાના મૂલ્યમાં ઉપલબ્ધ છે. 


Scheme

મુંબઈમાં જિયો પારસી પ્રકાશન તબક્કો -2 ની શરૂઆત કરવામાં આવી છે. જિયો પારસી પ્રકાશન તબક્કો -2 નો હેતુ પારસી સમુદાયની વસ્તીમાં સ્થિરતા અને વધારો કરવાનો છે

આ યોજનામાં બે ઘટકો છે: તબીબી સહાય અને વકિલાત (પરામર્શ). આ યોજનાનો પ્રથમ તબક્કો 2013 માં શરૂ કરવામાં આવ્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો