૬૬
વસ્તુઓના જીએસટીમાં ફેરફારની માગણી નાણા મંત્રાલયે સ્વીકારી લીધી…
દેશમાં
પહેલી જુલાઇથી ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ કરવાની સરકાર તૈયારી કરી
રહ્યું છે.આ સ્થિતિ વચ્ચે જીએસટી કાઉન્સીલે ૧૩૩ વસ્તુઓ પરનો જીએસટી ઘટાડવાની ભલામણ
કરી હતી.
જેમાંથી
૬૬ વસ્તુઓના જીએસટીમાં ફેરફારની માગણી નાણા મંત્રાલયે સ્વીકારી લીધી છે. આ અંગેની
જાહેરાત કરતા કેન્દ્રીય નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે જે વસ્તુઓના
જીએસટી ઘટાડવામાં આવ્યા છે તેમાં થીયેટરમાં ફીલ્મની ટીકીટો, ટ્રેક્ટરના ઓજારો, કટલેરી પ્રોડક્ટ્સ, ઇંસુલિન, સ્કૂલ બેગ, અગરબત્તી વગેરેનો સમાવશ થાય છે.
કઇ વસ્તુ પર કેટલો ટેક્સ
પેકિંગ કરાયેલા કેટલાક
|
ટકા
|
ખાદ્ય પદાર્થો
|
૧૨ ટકા
|
અગરબત્તી
|
૦૫ ટકા
|
ડેન્ટલ વેક્સ
|
૦૮ ટકા
|
ઇન્સ્યુલીન
|
૦૫ ટકા
|
પ્લાસ્ટિક બીડ્સ
|
૧૮ ટકા
|
પ્લાસ્ટિક ટર્પોલીન
|
૧૮ ટકા
|
સ્કૂલ બેગ
|
૧૮ ટકા
|
એક્સર્સાઇઝ બૂક્સ
|
૧૨ ટકા
|
કલરિંગ બૂક્સ
|
૦૦ ટકા
|
કટલેરી
|
૧૨ ટકા
|
ટ્રેક્ટરના ઓજારો
|
૧૮ ટકા
|
કમ્પ્યુટર પ્રિન્ટર્સ
|
૧૮ ટકા
|
ફિલ્મની ટીકીટ
| |
(રૃ. ૧૦૦થી વધુ)
|
૨૮ ટકા
|
કટલેરી
|
૧૨ ટકા
|
ટ્રેક્ટરના ઓજારો
|
૧૮ ટકા
|
કમ્પ્યુટર પ્રિન્ટર્સ
|
૧૮ ટકા
|
ફિલ્મની ટીકીટ
|
|
(રૃ.
૧૦૦થી વધુ)
|
૨૮ ટકા
|
ખેડૂતોને
રાહત આપવા માટે ખેતી માટેના ટ્રેક્ટરના ઓજારોને ૨૮ ટકામાંથી ૧૮ ટકાના સ્લેબમાં
સામેલ કરવામાં આવ્યા છે. કમ્પ્યુટર પ્રિંટર પર ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા, કાજુ પર લાગનારા ૧૮ ટકા ટેક્સને
ઘટાડીને ૧૨ ટકા કરવાનો નિર્ણય લેવાયો છે.
નાણા
પ્રધાનના જણાવ્યા અનુસાર થીયેટરમાં ફિલ્મની ૧૦૦ રૃપિયાની ટીકીટ પર ૨૮ની જગ્યાએ ૧૮
ટકા ટેક્સ લાગુ રહેશે. જ્યારે ૧૦૦ રૃપિયાથી વધુની ટીકીટ હશે તો તેના પર ૨૮ ટકા જ
ટેક્સ લાગશે. આ ઉપરાંત ટેલિકોમ સેક્ટર પર ૧૮ ટકા ટેક્સ જારી રાખવાનો નિર્ણય લેવાયો
છે. ટેલિકોમ કંપનીઓ આ ટેક્સમાં કાપ મુકવાની માગણી કરી રહી છે જેને સરકારે ફગાવી
દીધી છે.
કટલેરી
પર ૧૮ની જગ્યાએ ૧૨ ટકા ટેક્સ લાગુ રહેશે. ઇંસુલિન પરના ટેક્સને ૧૨ની જગ્યાએ પાંચ
ટકા કરવામાં આવ્યો છે. સ્કૂલ બેગ પરના ટેક્સને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરાયો છે.
અગરબત્તી પર ૧૨ની જગ્યાએ પાંચ ટકા કરાયો છે. અમને કુલ ૧૩૩ વસ્તુઓના જીએસટી બદલવાનો
પ્રસ્તાવ મળ્યો હતો જેમાંથી ૬૬ વસ્તુઓમાં ફેરફાર કરાયા છે.
મર્ચન્ટ
સર્વિસના જીએસટી ૫ ટકા કરાતા કામદારોને રાહત
જેટલીએ
જણાવ્યું હતું કે ટેક્સટાઇલ્સ, જ્વેલરી, ચર્મ, પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રના વર્કર્સ
પરનો જીએસટી જે ૧૮ ટકા હતો તેને ઘટાડીને પાંચ ટકા કરી દેવાયો છે. જેને પગલે આ
ક્ષેત્રોમાં મોટી રાહત મળી શકે છે. આ ઘટાડાથી આ ક્ષેત્રમાં કામ કરતા મજુરોને પણ
ઘણો ફાયદો થઇ શકે છે. જેટલીએ જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં ઘરે બેઠા કામ કરતા કે
અન્ય વર્કર્સ પરનો ટેક્સ પાંચ ટકા કરાયો છે. જેથી તેને પ્રોત્સાહન આપી શકાય.
ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ છુટક ઉત્પાદન સાથે પણ સંકળાયેલી છે. તેથી તેને વેગ આપવા આ
ઘટાડો જરૃરી હોવાનો દાવો સરકારે કર્યો હતો.
ઓટો, ટેલિકોમ
ક્ષેત્ર પરના જીએસટીમાં કોઇ ફેરફાર નહીં કરાય
હાલ હાઇબ્રીડ કાર પર ૪૩ ટકા
ટેક્સ છે જેમાં ૨૮ ટકા જીએસટી અને ૧૫ ટકા સેસ છે. જેટલીએ જણાવ્યું હતું કે કારોની
માગણી વધી રહી છે. તેથી ટેક્સમાં કોઇ જ ફેરફાર નહીં કરાય.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો