સોમવાર, 12 જૂન, 2017

આજથી ૪૨ વર્ષ પહેલાં જ એક મોડલ તરીકે પ્રસ્થાપિત થયેલું

ગુજરાત તો આજથી ૪૨ વર્ષ પહેલાં જ એક મોડલ તરીકે પ્રસ્થાપિત થયેલું અને બિનકોંગ્રેસવાદનો ઉત્તમ નમૂનો પણ ગુજરાતે જ પૂરો પાડેલો.

૧૯૭૫માં આવા જ એક જૂન મહિનામાં ૧૨મી જૂને ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી અને પહેલીવાર કોંગ્રેસને બહુમતી નહોતી મળી. ઉલટપક્ષે સંસ્થા કોંગ્રેસ, જનસંઘ, ભાલોદ જેવા પક્ષોએ, કોંગ્રેસ સામે પડકાર ઊભો કર્યો હતો અને ૧૮મી જૂને તો ગુજરાતની પહેલી જનતા સરકાર રચાયેલી. પાછળથી ગુજરાત મોડલ દિલ્હીમાં પણ વિકસ્યું હતું અને ૧૯૭૭માં મોરારજીભાઇ દેસાઇની આગેવાની હેઠળની દેશની પહેલી બિનકોંગ્રેસી જનતા સરકાર અસ્તિત્વમાં આવેલી. આઝાદીના ત્રીસમા વર્ષે કોંગ્રેસને પહેલીવાર વિરોધપક્ષની પાટલીએ બેસવું પડયું હતું.


૧૨મી જૂન નિર્ણાયક દિવસ હતો,ગુજરાત અને દેશ માટે...

૧૨મી જૂન જેમ ગુજરાત માટે નિર્ણાયક હતાં. અલાહાબાદ હાઇકોર્ટે એક ચુકાદો આપીને શ્રીમતી ઈન્દિરા ગાંધીની લોકસભાની ચૂંટણીને ગેરલાયક ઠેરવી હતી, એ પછીના બરોબર તેરમા દિવસે ૨૫મી જૂને તેમણે દેશમાં આંતરિક કટોકટી (ઈમર્જન્સી) જાહેર કરી હતી. ગણતરીના કલાકોમાં આખો દેશ કારાવાસ બની ગયેલો. 'મીસા'ના કાયદા હેઠળ જેપી, મોરારજીભાઇ, અટલબિહારી વાજપેયી, અડવાણી સહિતના અગ્રણીઓ સર્વોદયી અને આરએસએસ કાર્યકરો, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ કારાવાસમાં ધકેલાઇ ગયા હતા. પ્રિ-સેન્સરશીપ લદાઇ ગઇ અખબારોના મોંએ ડૂચા દેવાઇ ગયા હતા. કોઇને ત્યારે ભાગ્યે જ ખબર હશે કે ૧૯૭૭માં, ચૂંટણી યોજાશે અને 'ગુજરાત મોડલદેશ આખાને દોરશે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો