મંગળવાર, 23 મે, 2017

દેશની પ્રથમ હાઈ-સ્પીડ અને અનેક સુવિધાઓથી સજ્જ તેજસ એક્સપ્રેસ


રેલવે મંત્રી સુરેશ પ્રભુએ  દેશની પ્રથમ હાઈ-સ્પીડ અને અનેક સુવિધાઓથી સજ્જ તેજસ એક્સપ્રેસને મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ ખાતેથી લીલીઝંડી આપી. આ ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ મુંબઈ અને ગોવા વચ્ચે દોડશે.ચોમાસા દરમિયાન આ ટ્રેન અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે.



તેજસ ટ્રેનમાં ચા-કોફીના વેંડિંગ મશીનો ઉપરાંત દરેક સીટ પર LCD સ્ક્રીન અને વાઇ-ફાઇ સુવિધા પણ હશે. ટ્રેનના 20 કોચમાં આ સુવિધાઓ હશે. ખાસ વાત એ છે કે આ દેશની પહેલી એવી ટ્રેન હશે જેના તમામ કોચમાં ઓટોમેટિક દરવાજા બંધ થઇ જવાની સાથે સુરક્ષિત ગેંગવેઝ (ડબ્બાઓની વચ્ચેના કોરિડોર્સ) હશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો