ચાહબાર બંદરથી કંડલા પોર્ટનું જોડાણ 996 કરોડના ખર્ચે નવિનીકરણ
22 મે 2017, ભારત સાથે ઈરાનના ચાહબાર બંદર સાથે કરાર થયો છે.
ગાંધીધામ ખાતે પ્રધાનમંત્રીએ કંડલા પોર્ટના ૯૯૬ કરોડના કામોનું
ખાતમુહુર્ત કરી જનસભા સંબોધી.ઈરાનના આ બંદરથી કંડલા
પોર્ટનો સીધો સંબંધ છે.
ચાહબાર બંદરથી કંડલા પોર્ટનું
જોડાણ થતાની સાથે કંડલા બંદર વિશ્વ વેપારમાં અંગદની જેમ પોતાનો પગ જમાવશે .તેઓએ
ગાંધીધામ ખાતે રૂ.૯૯૬ કરોડના પ્રોજેક્ટનું ખાતમુર્હુત કર્યુ હતું. આ વર્ષે
પંડિત દિન દયાલ ઉપાધ્યાયની ૧૦૦મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છે ત્યારે વડાપ્રધાને કંડલા
પોર્ટનું નામ દિન દયાલ ઉપાધ્યાય કંડલા
પોર્ટ
કરવા સુચન પણ કર્યું હતું.
ગાંધીધામ સંકુલમાં ૩૩ વર્ષ બાદ દેશના પ્રાધાનમંત્રીએ
કોઈ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાની
હરીફાઈમાં ભારતને આગળ વાધવું હશે તો ઉત્તમ કક્ષાના બંદરો હોવા જરૂરી છે. કંડલા
પોર્ટ ટ્રસ્ટે
એશિયામાં પોતાની વિશેષ જગ્યા બનાવી છે. કંડલાના વિકાશની પરિકલ્પના કરતા
પીએમએ ઉમેર્યું હતું કે, કંડલા
વિદેશી લાકડાના આયાતનું હબ છે. અહીં જ આ લાકડાનું વેલ્યુ એડીશન કરીને તેની નિકાસ
કરી શકાય છે. તેને સમુન્દ્રના માર્ગે જ ભારતના અન્ય સ્થળો પર લઈ જવાય, તેના માટ જમીન માર્ગે જવાની જરૂર નથી. આ નવી વ્યવસ્થા પરિવર્તન સુચવે છે.
ગુજરાતનો સમુદ્ર સાથે નાતો
હજારો વર્ષ જુનો છે. લોથલના જમાનાથી સમુદ્રી વેપાર થતો આવ્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો