મંગળવાર, 23 મે, 2017

નેવાનાં પાણી મોભે ચઢાવ્યાં: મોદી


'નેવાના પાણી મોભે ચઢ્યાં' એવી લોકોક્તિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદાના પાણીનું કચ્છમાં અવતરણ કરાવતી યોજનાનું લોકાર્પણ કરતા સિદ્ધ થઈ છે. કચ્છના વાગડ પ્રદેશમાં ભચાઉ નજીકના ટપ્પર ડેમમાં નર્મદાનું પાણી ભરવા માટે ૧૪૮ કરોડના ખર્ચે તૈયાર કરેલા પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ધાટન કર્યું હતું.

ભચાઉના લોધેશ્વર ખાતે પ્રાધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નર્મદાના નીરના વાધામણા કરી ટપ્પર ડેમ સુધી પાણી પહોંચાડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાણી મળ્યા બાદ કચ્છ જિલ્લો ઔદ્યોગિક ક્રાન્તિ બાદ હવે હરિત ક્રાન્તિ સર્જાશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો