પીએમ, રાષ્ટ્રપતિ કોઈને છૂટ નહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી
બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ અગાઉ બંધારણીય પદો પર બિરાજમાન રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ચીફ
જસ્ટિસ ઓફ ઈન્ડિયા અને લોકસભાના સ્પીકરને આ નિર્ણયમાં છૂટ આપવામાં આવી હતી. જો કે
વડાપ્રધાને આ અંગે કોઈ જ છૂટ ન રાખવાનો નિર્ણય લીધો અને આખરે તમામ માટે લાલબત્તીના
ઉપયોગ પર રોક લગાવવામાં આવી. પહેલી મે મજૂર દિવસ છે અને આ દિવસથી આ મહત્વનો
ફેસલો લાગુ કરવામાં આવશે.
ઈમરજન્સી સેવાઓ માટે બ્લ્યુ (વાદળી) બત્તીની
પરવાનગી રહેશે. બ્લ્યુ ફ્લેશર્સ ફક્ત ફાયર
સેવા, પોલીસ, આર્મી, એમ્બ્યુલન્સ માટે જ ઉપયોગમાં લઈ શકાશે જેથી કરીને તેમને સરળતાથી
ટ્રાફિકમાં માર્ગ મળી રહે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો