મંગળવાર, 28 ઑગસ્ટ, 2018

Asian Gamesમાં નીરજ ચોપરાએ ઇતિહાસ રચ્યો, ભારતને 8મો ગોલ્ડ અપાવ્યો

http://dlfbv97u99p9c.cloudfront.net/static/content_image/content_image_64b27130-c5ff-4996-8529-4c043ba55db5.jpeg
 
જાકાર્તામાં આયોજિત 18મી એશિયન ગેમ્સના નવમાં દિવસે ભારતના સ્ટાર ભાલા ફેંક એથલેટિક્સ નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતીને દેશનુ ગૌરવ વધાર્યુ છે. 
 
નીરજે આ સાથે ભારતને 8મો ગોલ્ડ આપાવ્યો છે. ગેમ્સના નવમાં દિવસે નીરજે 88.06 મીટર ભાલો ફેંકી ઇતિહાસ રચી દિધો છે. આ પહેલા એશિયાડ ગેમ્સમાં ભારતનો કોઇ ખેલાડી ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યું નથી.
 
છેલ્લીવાર 1982માં દિલ્હીમાં આયોજિત એશિયન ગેમ્સમાં ભારતના ગુરતેજ સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ગોલ્ડ કોસ્ટમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં પણ નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારે તેણે 86.47 મીટર ભાલો ફેંક્યો હતો.

પાનીપતના નીરજે વર્ષ 2016માં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં 86.48 મીટર વિશ્વ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો. 
 

સોમવાર, 27 ઑગસ્ટ, 2018

ભારતમાં પ્રથમવાર બાયોફ્યુલ સાથે ફ્લાઈટ ટેક ઓફ 



પ્રથમવાર બાયોફ્યુલ સાથે વિમાન ઉડાડીને ભારતે એવિએશન ઈન્ડસ્ટ્રીમાં નવો મુકામ પ્રાપ્ત કરી લીધો છે. સ્પાઈજેટે બોમ્બાર્ડિયર ક્યૂ400થી દેહરાદૂન-દિલ્હીની વચ્ચે આ ઉડાણનું સફળ પરીક્ષણ કર્યું. આની સાથે જ ભારત એ ખાસ દેશોની શ્રેણીમાં સામેલ થઈ ગયુ, જેમણે બાયોફ્યુલ સાથે કોઈ પ્લેનને ઉડાવ્યુ છે.


કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા વિકસિત દેશ આવુ કરી ચૂક્યા છે પરંતુ વિકાસશીલ દેશોમાં આ સિદ્ધિ હાંસલ કરનાર ભારત પહેલો દેશ બની ગયો છે. આ વર્ષની શરૂઆતમાં જ દુનિયાની પહેલી બાયોફ્યુલ ફ્લાઈટે લોસ એન્જેલિસ સાથે મેલબર્ન માટે ઉડાણ ભરી હતી. 


સ્પાઈસજેટે કહ્યુ કે તેણે બોયોફ્યુલ સાથે ઉડાણની સફળતાથી ઓપરેશન પૂર્ણ કર્યુ. આ ઉડાણ માટે ઉપયોગી ઈંધણ 75 ટકા એવિએશન ટર્બાઈન ફ્યુલ અને 25 ટકા બાયોફ્યુલનું મિશ્રણ હતુ. એરલાઈનમાં નિવેદનમાં કહ્યુ કે એટીએફની તુલનામાં બાયોફ્યુલ ઉપયોગનો ફાયદો એ છે કે આનાથી કાર્બન ઉત્સર્જન ઘટે છે અને સાથે જ ઈંધણ દક્ષતા પણ વધે છે. 

 

રવિવાર, 26 ઑગસ્ટ, 2018

પોરબંદર 1028 વર્ષનું થયું- નારિયેળી પુનમ રક્ષાબંધનને દિવસે



  • આજે પોરબંદર એક હજાર અને અઠ્ઠાવીસ વર્ષનું થયું! પોરબંદરનો આજે ૧૦૨૯મો સ્થાપના દિન છે.
  • યોગાનુયોગ એ છે કે ઘૂમલીના જેઠવા વંશના સ્ટેટ પોર્ટ તરીકે ઈ.સ. ૯૯૦ની શ્રાવણી પૂનમે પૌરવેલાકુળની સ્થાપના થઈ અને
  • બરાબર ૭૯૫ વર્ષ પછી ઈ.સ. ૧૭૮૫ની શ્રાવણી પૂનમે રાજધાની તરીકે પોરનું તોરણ બંધાયું! બન્ને પ્રસંગો શનિવારે સવારે બન્યા છે!
 
૧૭૮૫થી ૧૯૪૮ સુધીના ૧૬૩ વર્ષ જેઠવા વંશની રાજધાની તરીકે રહીને ફેબુ્રઆરી ૧૯૪૮માં પોરબંદર રાજ્યનું વિલીનીકરણ સૌરાષ્ટ્ર રાજ્યમાં થયું. આ પછી ૩૦મી સપ્ટેમ્બર ૧૯૪૯થી પોરબંદર નગરપાલિકા કામ કરતી થઈ. નગરપાલિકાના ચૂંટાયેલા પ્રથમ પ્રમુખ શહેરના બાહોશ વકીલ પી.ડી. કક્કડ સાહેબ હતા. યાદ રહે નગરપાલિકાનો આરંભ તો ૧૮૮૭થી થઈ ગયો હતો પણ ત્યારે રાજ્ય દ્વારા નિમાતા પ્રમુખ હતા. ચૂંટાતા પ્રમુખો નહિં.
 
પોરબંદર નગરપાલિકાના નિમણુંક પામેલા પ્રથમ પ્રમુખ વાડિયા હતા. ૧૯૮૭માં નગરપાલિકાની શતાબ્દી પણ ઉજવાઈ હતી. ૧૯૫૦માં સીટી બસ શરૃ થઈ, સરદાર પટેલના હાથે કીર્તિમંદિરનું ઉદઘાટન થયું અને રૃપાળીબા મહિલા બાગ ખુલ્લો મુકાયો.
 
૧૯૫૪ના યાદગાર ત્રણ પગલાં તે આર્યકન્યા ગુરુકુળના સંચાલન હેઠળ મહિલા કોલેજનો શિલાન્યાસ, દરિયા મહેલમાં રાજમાતા રામબાના સ્મરણમાં શિક્ષણની કોલેજનો આરંભ અને આજની સ્ટેટ લાયબ્રેરીના ઉપલે મજલે ગામના વિચારવાન નાગરિકો દ્વારા થિયોસોફીકલ સોસાયટી, શ્રી સુદામા લોજની શરૃઆત.
 

શુક્રવાર, 24 ઑગસ્ટ, 2018


વીર કવિ નર્મદની જન્મજયંતી



નર્મદાશંકર લાલશંકર દવે (24 ઓગષ્ટ 1833 - 26 ફેબ્રુઆરી 1886),જેને લોકપ્રિય રીતે નર્મદ તરીકે ઓળખવામાં આવે છે , બ્રિટિશરાજ હેઠળ ગુજરાતી કવિ, નાટ્યલેખક, નિબંધકાર, વક્તા, ભાષાશાસ્ત્રી અને સુધારક હતા . તેમને આધુનિક ગુજરાતી સાહિત્યના સ્થાપક ગણવામાં આવે છે. તેમની કવિતા, " જય જય ગરવી ગુજરાત " (1873), ગુજરાત માટેનું એક રાજ્ય ગીત તરીકે વપરાય છે .

જન્મ

24 ઓગષ્ટ – 1833 , સુરત

અવસાન

25 ફેબ્રુઆરી – 1886, સુરત

કુટુમ્બ

  • માતા –  નવદુર્ગા ;   પિતા – લાલશંકર (મુંબાઇમાં લહિયાનો વ્યવસાય )
  • પત્ની – પ્રથમ –  ગૌરી ( 1844, 11 વર્ષની વયે !, 1853 માં અવસાન પામ્યા ) ; બીજું લગ્ન ડાહીગૌરી સાથે (1856) ; ત્રીજું લગ્ન – વિધવા સ્ત્રી નર્મદાગૌરી સાથે (1869)

અભ્યાસ

  • સુરત અને મુંબાઇ
  • 1850 એલ્ફિંસ્ટન ઇન્સ્ટિટ્યુટ, મુંબાઇમાંથી અભ્યાસ અધૂરો મૂક્યો.

વ્યવસાય

  • 1858 સુધી શિક્ષણ
  • 1864- ‘ડાંડિયો’ પાક્ષિક શરુ કર્યું.