‘વધુ મેડલ જીતવા વધુ મહેનત કરીશ’: વર્લ્ડ બેડમિંગ્ટન ચેમ્પ્યિન સિંધુ
- વતનમાં ભવ્ય સ્વાગત સાથે પાછી ફરી
અગાઉ બે વખત સિંધુ વર્લ્ડ
ચેમ્પિયનશીપની સ્પર્ધા હારી ચૂકી હતી. પરંતુ હિંમત ન હારતાં એણે પ્રયાસો ચાલુ
રાખ્યા હતા અને સતત પુરુષાર્થ કરીને ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બની હતી. એરપોર્ટ
પર મિડિયા સાથે વાત કરતાં એણે કહ્યું કે ભવિષ્યમાં હું દેશ માટે વધુ મેડલ્સ જીતી લાવું
એવી મારી પોતાની આશા છે.
હું સતત વધુ મહેનત કરીશ અને મારી
રમતને વધુ ઉત્કૃષ્ટ બનાવીશ. હું મારા ચાહકો અને પ્રશંસકોની આભારી છું. એમણે મારો
આત્મવિશ્વાસ ટકાવી રાખવા મને સતત પ્રોત્સાહિત કરી હતી.
તેણે એમ પણ કહ્યું હતું કે બબ્બે વાર
હું વર્લ્ડ ચેમ્પિયનશીપમાં હારી એટલેમારી આકરી ટીકા કરનારા મારા સમીક્ષકોને આ મારો
જવાબ છે. ગયા વર્ષે હું હતાશ હતી ત્યારે મને પ્રોત્સાહિત કરવાને બદલે એ લોકો મારી
સતત ટીકા કરતા રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો