અમેરિકાએ હિરોશીમા
પર 'લીટલ બોય' અને નાગાસાકી પર 'ફેટ મેન' અણુબોંબ ફેંક્યા હતા
સાયન્સ સિટી ખાતે હિરોશીમા દિવસ અંતર્ગત સેમિનાર
સાયન્સ સિટી ખાતે હિરોશીમા દિવસને નિમિતે ખાસ કાર્યક્રમનું
આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં કપડવંજના પ્રોફેસર મુકેશભાઇ ભટ્ટે
સ્ટુડન્ટસ સાથે વાતચીત કરી હતી. કાર્યક્રમની શરૃઆતમાં તેમણે હિરોશીમાં પર કરવામાં
આવેલ અણુબોમ્બ હુમલાને લાગતો વીડિયો બતાવ્યો હતો. સ્ટુડન્ટસને માહિતી આપતા પ્રો.
ભટ્ટે કહ્યું કે, ૧૯૪૫ માં દ્વિતીય વિશ્વ યુદ્ધ
દરમિયાન અમેરિકાએ જાપાનના શહેર હિરોશીમા અને નાગાસાકી ૬ ઓગસ્ટ અને ૯ ઓગસ્ટના રોજ
અણુબોમ્બ ફેંક્યો હતો, જેમાં ૮૦,૦૦૦ લોકોના મોત થયા હતા અને આ શહેરોનો લગભગ ૯૦ ટકા ભાગ નષ્ટ
થઈ ગયો હતો. ઉપરાંત લાખો લોકો પરમાણુ રેડિએશનનો શિકાર બન્યા હતા. હિરોશીમા પરના
સેમિનારમાં ૧૬૦ જેટલા સ્ટુડન્ટ હાજર રહ્યા હતા. 
અમેરિકનએ બી-૨૯ યુદ્ધ વિમાનનો
ઉપયોગ કર્યો હતો
હિરોશીમા પર કરવામાં આવેલા પરમાણુ હુમલામાં અમેરિકન બી-૨૯
બોમ્બર યુદ્ધ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના પાયલોટ પાલ ટીબ્ટ્સ હતા. તેમજ
યુદ્ધ વિમાન દ્વારા હિરોશીમા પર ફેંકવામાં આવેલા બોમ્બનું નામ 'લીટલ બોય' હતું. જે યુરેનિયમનો બનેલો હતો, જ્યારે નાગાસાકી પર ફેકાયેલા બોમ્બનું નામ 'ફેટ મેન' હતું. જે પ્લુટોનિયમનો બનેલો હતો.
 

 
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો