શુક્રવાર, 21 જૂન, 2019

પાંચમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ / 190 દેશોમાં 30 હજાર સ્થળે 20 કરોડ લોકો યોગ કરશે, ‘યોગ ફોર હાર્ટથીમ રખાઈ

પૂર્વ નેવીની સૂર્યોદય કમાને બંગાળના અખાતમાં આઇએનએસ રણવીર ઉપર યોગ કર્યા

ભારત સરકારે આ વખતે યોગ દિવસની થીમ દિલ માટે યોગ અને 

યુએનએ જળવાયુ પરિવર્તન માટે યોગરાખી છે. 

આ વખતે ભારત સહિત દુનિયાભરના 190 દેશોમાં 30 હજારથી વધુ સ્થળોએ યોગ કાર્યક્રમ યોજાશે. લગભગ 30 કરોડ લોકો યોગ કરશે, તેમાં 50 ટકા ભારતીય હશે. ભારત પછી સૌથી વધુ લગભગ 3 કરોડ લોકો અમેરિકામાં યોગ કરશે. ઉપરાંત દુનિયાના 47 મુસ્લિમ દેશોએ પણ યોગને માન્યતા આપી છે. આયુષ મંત્રાલય અનુસાર દિલ્હીમાં લગભગ 300 સ્થળોએ યોગ કાર્યક્રમ યોજાશે. જેમાંથી 40 સ્થળોએ સાંસદ અને મંત્રીઓ હાજર રહેશે. દિલ્હીમાં 10 લાખ લોકો યોગ કરશે. યોગ ઇન્ડસ્ટ્રી : સ્ટેટિસ્ટા મુજબ અમેરિકામાં યોગ વેલનેસ ઈન્ડસ્ટ્રી લગભગ 1.12 લાખ કરોડ રૂપિયાની છે. 2018ના અંત સુધી અમેરિકામાં 3.7 કરોડ લોકો યોગ કરતા હતા. 2020 સુધી તેમની સંખ્યા વધીને 5.5 કરોડ થવાનો અંદાજ છે. ભારતમાં યોગનો બિઝનેસ 50 હજાર કરોડ રૂપિયાનો છે. યોગ એલાયન્સે 130 દેશોના 76,000 લોકોને યોગ શિક્ષક રજિસ્ટર્ડ કર્યા છે. 2 વર્ષમાં 14,000 શિક્ષક જોડાયા. એસોચેમ અનુસાર દુનિયામાં યોગ ટ્રેનર્સની માગ વાર્ષિક 35% ટકાના દરે વધી રહી છે. દેશમાં આ ઈન્ડસ્ટ્રી 2.8 હજાર કરોડ રૂપિયાની છે. દેશોમાં યોગની માગ 40%ના દરે વધી રહી છે.

આ વખતની થીમ હૃદય માટે યોગ
આ વખતે દેશમાં યોગ દિવસની થીમ યોગ ફોર હાર્ટરાખવામાં આવી છે. યોગ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ ચાર યોગાસન દ્વારા હૃદયને વધુ સારી રીતે સ્વસ્થ રાખી શકાય છે.

સુપ્તવજ્રાસન : હૃદયમાં લોહીનો પ્રવાહ બરાબર રહે છે, અડચણ દૂર થશે
વજ્રાસનમાં બેસીને કોણીનો ઉપયોગ કરી માથાનો પાછલો ભાગ જમીનને અડાડો. શ્વાસ રોકી હથેળી જાંઘ પર રાખો. જાંઘ-છાતીમાં દબાણ લાગશે. ડાબી બાજુ વળીને ઊભા થાવ.

ભુજંગાસન : ફેફસાં મજબૂત થાય છે, પગમાં લોહીનો પ્રવાહ યોગ્ય રહે છે
પેટના આધારે સૂઈ જાવ. બંને હાથ છાતીની પાસે રાખો. આ સ્થિતિમાં શરીરને ઉપરની તરફ ખેંચો અને ઊંડો શ્વાસ લો. શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરતા-કરતા જેટલા ઉપર જવાય તેવું કરો. પછી ધીમે-ધીમે શ્વાસ છોડતા-છોડતા પહેલાંની સ્થિતિમાં આવી જાવ.

પશ્ચિમોત્તાસન : હૃદય પરનું દબાણ ઘટશે અને સ્નાયુ પણ મજબૂત થશે
બંને પગને સામે રાખી તેને ખેંચતાં એકબીજા સાથે જોડો. ધીરે-ધીરે આગળ નમો. ઘૂંટણ વાળ્યા વિના પોતાનું નાક ઘૂંટણને અડાડો. શક્ય હોય તો માથુ પણ ઘૂંટણને અડાડવાનો પ્રયાસ કરો.

હૃદય મુદ્રા : છાતીનો દુ:ખાવો ઓછો થાય છે, ઓક્સિજન સામાન્ય થાય છે
આને અનાહત મુદ્રા પણ કહે છે. તેમાં પ્રથમ આંગળીના ટેરવાને અંગૂઠા સાથે અડાડો. ત્યારપછી બીજી અને ત્રીજી આંગળીના ટેરવાને પણ અંગૂઠા સાથે અડાડો. નાની આંગળી બિલકુલ સીધી રાખો. હાથની આ સ્થિતિને પદ્માસનમાં બેસીને ઘૂંટણ પર રાખો.

યુએનએ 5 મુદ્દા જણાવ્યા- કેવી રીતે યોગ જળવાયુ પરિવર્તન અને જીવન માટે ફાયદાકારક છે
પ્રકૃતિ માટે સન્માન: નિયમિત યોગથી પ્રકૃતિ માટે મનમાં સન્માન પેદા થાય છે. આ ભાવના સારા ભવિષ્ય માટે પ્રેરિત કરે છે. આગળ એવા લોકો પર્યાવરણને બચાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

નૈતિકતા: યોગ સચેત થવા, વિચાર વ્યક્ત કરવા, અહિંસા, અનુશાસન અને ઈમાનદારી પર ભાર મૂકે છે. આ સામાજિક-રાજકીય વાતાવરણ સાથે ભૌતિક માહોલમાં પ્રતિબદ્ધ થવા માટે પ્રેરિત કરે છે. વ્યક્તિમાં સાદગી પેદા થાય છે.

વ્યવહારમાં સુધારો: યોગથી શરીર અને મન આતંરિક શાંતિ, વિશ્રામ, જ્ઞાનની શોધમાં એલાઈન થાય છે. વ્યવહાર બદલાય છે.

શાંતિની ભાવના: તણાવથી આઝાદી, આઘાત-ડિપ્રેશનથી બહાર આવવા અને શાંતિ અપાવવાનું યોગનું મુખ્ય કામ છે. તે આજુબાજુ સકારાત્મક ઊર્જા ફેલાવે છે.

ફિટ અને સક્ષમ શરીર: યોગથી ખુદને ફિટ અને ફ્લેક્સિબલ બનાવી શકાય છે. તેનાથી શરીરની ક્ષમતાનો વધારે ઉપયોગ કરી શકાય છે.
નવું શું : 45 મિનિટનું યોગ પ્રોટોકોલ

કોમન યોગ પ્રોટોકોલ: આયુષ મંત્રાલયે આ વખતે 45 મિનિટનું કોમન યોગ પ્રોટોકોલ બનાવ્યું છે. જે હેઠળ બધા યોગાભ્યાસ કરાવાશે.

કોલેજ અને યુનિવર્સિટી: યુજીસીએ તમામ યુનિવર્સિટી અને કોલેજોમાં યોગ દિવસ પર ઈવેન્ટના નિર્દેશ આપ્યા છે. સવારના 7થી 8 વાગ્યા વચ્ચે તેમાં શિક્ષક અને 
વિદ્યાર્થીઓ જોડાશે.

મોબાઈલ એપ: આયુષ મંત્રાલયે યોગલોકેટર એપ-2019નું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યુ છે. ઈસરોની મદદથી બનેલી આ એપ લગભગ યોગ કેન્દ્રો, પ્રેક્ટિશનર અને ઈવેન્ટ્સ વિશે માહિતી આપશે.
5 વર્ષ પહેલાં વડાપ્રધાન મોદીએ યુએનમાં દુનિયાને એકસાથે યોગ કરવાની વાત કહી હતી તેને 90 દિવસમાં જ યુએનએ મંજૂરી આપી દીધી 

આજે 5મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. પહેલ 5 વર્ષ પહેલાં પીએમ મોદીએ કરી હતી. તેમણે 27 સપ્ટેમ્બર 2014ના રોજ યુએનમાં એકસાથે યોગ કરવાની વાત કહી હતી. 11 ડિસેમ્બરે યુએનએ યોગ-ડેને મંજૂરી આપી દીધી.

2015 : સદભાવ અને શાંતિ માટે યોગ, પહેલીવાર 84 દેશોમાં યોગ થયા
દિલ્હીમાં મોદી સાથે રેકોર્ડ 3500035 મિનિટ યોગ કર્યા હતા. થીમ-સદભાવ અને શાંતિ માટે યોગ હતી. 84 દેશોમાં કાર્યક્રમ યોજાયા.

2016 : યુવાઓને જોડવા માટે યોગ, 150 દેશોએ યોગ દિવસ ઉજવ્યો
મુખ્ય આયોજન ચંદીગઢમા. મોદી સાથે 30000 લોકોએ યોગ કર્યા. થીમ- યુવાઓને જોડવા માટે યોગ. 150 દેશોમાં યોગ થયા.

2017 : સ્વાસ્થ્ય માટે..., લખનઉમાં 55 હજાર લોકોએ યોગ કર્યા
લખનઉમાં મોદી સાથે 55 હજાર લોકોએ યોગ કર્યા. 180 દેશોમાં યોગની 5 હજાર ઈવેન્ટ. ન્યુયોર્કના સેન્ટ્રલ પાર્કમાં 10 હજારે યોગ કર્યા.

2018 : શાંતિ માટે, સાઉદી સહિત 181 દેશોમાં લોકોએ યોગ કર્યા
દહેરાદૂનમાં 50,000 લોકોએ યોગ કર્યા. મોદીએ ઈલનેસથી વેલનેસનું સૂત્ર આપ્યું. સાઉદી સહિત 181 દેશોમાં યોગ કરાયા.

2019 : આ વખતે દિલ માટે યોગ’, રાંચીમાં વડાપ્રધાન મોદી યોગ કરશે
આ વખતે મુખ્ય આયોજન રાંચીના પ્રભાત તારા મેદાનમાં થઈ રહ્યું છે. અહીં પીએમ મોદી સાથે 18 હજાર લોકો યોગ કરશે.


International Yoga Day 2019 

Image result for yoga day 2019

દુનિયાભરમાં આજે 5મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. 

આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2019 માટે થીમ ક્લાઇમેટ એક્શન છે. 

આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડની રાજધાની રાંચીથી મુખ્ય કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા છે. પીએમ મોદી રાંચીના પ્રભાત તારા મેદાનમાં 40 હજાર લોકોની સાથે યોગ કરશે. જ્યારે આજે દેશભરમાં લગભગ 13 કરોડ લોકો અલગ અલગ સ્થાનો પર આયોજિત થનાર કાર્યક્રમોમાં સામેલ થશે.

રવિવાર, 9 જૂન, 2019


આવતીકાલથી 5 દિવસ સુધી સાબરમતી નદી સફાઈ અભિયાન શરૂ
o   
o  
અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિન એટલે તે આવતીકાલથી સાબરમતી નદીની સફાઈ અભિયાન શરૂ થશે.
આ અંગે વધું માહિતી આપતા મેયર બિજલબેન પટેલ અને મ્યુનિસીપલ કમીશ્નર વિજય નેહરાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે સાબરમતી નદીના શુદ્ધીકરણ માટે નાગરીકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. 
10 થી 20 હજાર નાગરીકો આ અભિયાનમાં જોડાશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્વૈચ્છીક સંસ્થાઓ, ધાર્મીક સંસ્થાઓ તેમજ રાજકીય વ્યકિતીઓ પણ સાબરમતી નદીને સાફ કરવા યોગદાન આપશે.



સુરતમાં 'ફેમિલી ફાર્મર અભિયાન'નો મુખ્યમંત્રી વિજય રૂપાણીના 

હસ્તે કરવામાં આવ્યો શુભારંભ

સુરતના ગોપીન ગામ ખાતે 'ફેમિલી ફાર્મર અભિયાન'નો શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે મુખ્યમંત્રી એ જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારનુ કૃષિ વિભાગ, કૃષિ યુનિવર્સિટીઓ ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધારવા આ અભિયાનમાં સંપૂર્ણ સહયોગ આપશે.
સુરતના ગોપીન ગામ ખાતે 'ફેમિલી ફાર્મર અભિયાન'નો શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે મુખ્યમંત્રી એ જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારનુ કૃષિ વિભાગ, કૃષિ યુનિવર્સિટીઓ ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધારવા આ અભિયાનમાં સંપૂર્ણ સહયોગ આપશે. મુખ્યમંત્રીએ સુરત અગ્નિકાંડ મામલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બેજવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન દરેક સંસ્થાએ કરવું પડશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ફેમિલી ફાર્મર અભિયાન દેશના લોકોને રસાયણમુકત ખોરાક આપીને અનેક પ્રકારની બિમારીમાંથી મુક્તિ અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગ્લોબલ વોર્મિંગ આજે વૈશ્વિક પ્રશ્ન બની ગયો છે ત્યારે પર્યાવરણની સમતુલા જળવાઈ રહે તે હેતુથી રાસાયણિક ખાતર વિનાની, ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતીનો વિચાર અમલમાં મુકવામાં આવ્યો છે. આ અવસરે સુરત અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

ધોનીના ગ્લોવ્ઝ પર શેનુ નિશાન હતુ, જાણીને ગર્વ થશે


 
ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને વર્લ્ડકપમાં પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો છે.
ગઈકાલે રોહિત શર્મા વિજયી સદી ફટકારીને ચર્ચામાં આવ્યો હતો તો ભારતીય ટીમના વિકેટ કીપર ધોનીની તેના વિકેટ કિપિંગ ગ્લોવ્ઝના કારણે ચર્ચા રહી હતી.
ધોનીના ગ્લોવ્ઝ પર જે નિશાન જોવા મળ્યુ હતુ તે કોઈ કંપનીની બ્રાન્ડનો લોગો નહોતો બલ્કે ધોનીએ પાકમાં જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરનારા પેરા કમાન્ડોના ખાસ સિમ્બોલને ગ્લોવ્ઝ પર રાખ્યુ હતુ.
મેચ દરમિયાન સોશ્યલ મીડિયા યુઝર્સની નજર પડી હતી અને જોત જોતામાં તો આ બાબત ચર્ચાનો વિષય બની ગઈ હતી. ધોની પહેલા પણ ભારતીય સેનાના સન્માનમાં સેનાના વિવિધ સિમ્બોલ સાથે મેચમાં રમતો નજરે પડતો હોય છે. આ વખતે તેણે ભારતના કમાન્ડો એટલે કે સ્પેશ્યલ ફોર્સીસને સન્માન આપ્યુ છે.
આ સિમ્બલોનુ વિશેષ મહત્વ છે. સ્પેશ્યલ ફોર્સિસના પેરા કમાન્ડોના યુનિફોર્મ પર અને કેપ પર આ સિમ્બોલ જોવા મળે છે. જેના પર બલિદાન શબ્દ પણ લખેલો છે. આ બેજને એટલે બલિદાન બેજ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ક્રિકેટ ચાહકોને યાદ હશે કે 2015માં ધોનીએ ભારતીય સેનાના પેરા કમાન્ડો સાથે બેઝિક તાલીમ લીધી હતી. જેના ભાગરૂપે ધોનીને પેરાશૂટ વડે વિમાનમાંથી કૂદવાની પણ તાલીમ અપાઈ હતી. એ પછી ધોનીને સ્પેશ્યલ ફોર્સીસમાં માનદ રીતે સામેલ કરાયો હતો અને બલિદાન બેજ લગાવવાની મંજૂરી અપાઈ હતી.
આઈપીએલ દરમિયાન પણ ધોની બલિદાન બેજ વાળી કેપ પહેરીને દેખાયેલો છે. ભારતીય સેના પ્રત્યેનો લગાવ ધોની આ રીતે અવાર નવાર છતો કરતો રહ્યો છે.