મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસમાં હવે લાઈબ્રેરી શરૂ
કરાઈ
ટેકનોલોજીના
યુગમાં નાગરિકોમાં વાંચનની આદત ચાલુ રાખવા માટે પશ્ચિમ રેલવેએ મુંબઈ-અમદાવાદ
શતાબ્દી એક્સપ્રેસમાં 'અનુભૂતિ' ડબામાં
વાચનાલય શરૂ કર્યું છે. નવા વર્ષના મુહૂર્ત પર શરૂ કરાયેલાં વાચનાલયને પ્રવાસીઓને
સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાથી આ એક્સપ્રેસના તમામ એક્ઝિક્યુટીવ ડબામાં વાચનાલય
શરૂ કરવાની યોજના પશ્ચિમ રેલવેની છે.
મંગળવારે પહેલી જાન્યુઆરીના શતાબ્દી
એક્સપ્રેસના અનુભૂતિ ડબામાં ૭૦ પુસ્તકો સાથે વાચનાલયની શરૂઆત કરવામાં આવી હતી.
વાચનાલયમાં રાજકરણ, કથા, આત્મચરિત્ર, બાળકથા જેવા
પુસ્તકોને સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. વિવિધ સંસ્થાએ દાનના સ્વરૂપમાં આપેલાં
પુસ્તકો વાચનાલયમાં પ્રવાસીઓ માટે મફતમાં ઉપલબ્ધ કરી આપવામાં આવ્યાં છે. આમાંથી ૩૫
પુસ્તકો બાળકો માટે રહેશે.
શતાબ્દીમાં
એક્સપ્રેસમાં લક્ઝુરિયસ ડબાને અનુભૂતિ ડબા તરીકે જોડવામાં આવ્યાં છે. પ્રવાસીઓ આ
બુક ટ્રેનની મુસાફરી શરૂ થાય ત્યારે પુસ્તક લઈ શકાશે અને ટ્રેનમાંથી ઉતરતી વખતે
ટિકિટ ચેકીંગ સ્ટાફને આપવાનુ રહેશે.
મધ્ય રેલવેએ ગયા વર્ષે ઓક્ટોબર
મહિનામાં ડેક્કન ક્વીન અને પંચવટી એક્સપ્રેસમાં પ્રવાસીઓને આ સુવિધા શરૂ કરીને આપી
હતી. આ ટ્રેનના પ્રવાસીઓને આ સુવિધાનો સારો પ્રતિસાદ મળ્યાની માહિતી મધ્ય રેલવેએ
આપી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો