બુધવાર, 19 ડિસેમ્બર, 2018

આજે ભગવદ ગીતા જયંતિ, મોક્ષદા એકાદશીની મંદિરોમાં વિશિષ્ટ ઉજવણી
Image result for gita jayanti
મોક્ષદા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે
ગીતાજીના ૭૦૦ શ્લોકનો પાઠ મંદિરોના પરિસરમાં કરાશે

માગશર સુદ એકાદશી છે ત્યારે આવતીકાલે અમદાવાદ સહિત રાજ્યભરના મંદિરોમાં 'ગીતા જયંતિ', 'મોક્ષદા એકાદશી'ની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવશે. 'ગીતા જયંતિએવું દિવ્ય પર્વ છે જ્યારે ભગવાન કૃષ્ણે પોતાના મુખેથી અર્જુનને ગીતાના અગૂઢ જ્ઞાાનથી અવગત કરાવ્યા હતા.

ભગવદ ગીતાના ૧૮માં અધ્યાયના ૬૮માં શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે કે, 'જે મનુષ્ય ભક્તોને ભગવદ ગીતાનું જ્ઞાન લોકો સુધી પહોંચાડે છેતે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે અને તે અંતે મારી પાછો આવશેતેમાં લેશમાત્ર શંકા નથી. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો