આજે ગુજરાત સ્થાપના દિવસની ભરૃચમાં રાજ્યકક્ષાની ઉજવણી
- વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન કરાયું
- ભાડભૂત બેરેજ પ્રોજેક્ટની ઔપચારિક
મંજૂરીઓ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ
આજે ૧લી મેના
રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરાશે.
દક્ષિણ
ગુજરાતનાં ભરૃચ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. ઉજવણીના ઉપલક્ષ્યમાં વિવિધ
પ્રકલ્પોનું ભૂમિપૂજન કરાયું હતું. ભાડભૂત બેરેજ પ્રોજેક્ટની તમામ પ્રકારની
ઔપચારિક મંજૂરીઓ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઇ છે.
લોકમાતા
નર્મદાના વહી જતા નીરને ભાડભૂજ બેરેજ રોકીને ભરૃચ, અંકલેશ્વર, જંબુસર, વાગરા
સહિતના વિસ્તારોમાં નર્મદાના પાણી સિંચાઇ - પીવા માટે પહોંચાડવા સરકારે બહુઆયામી
આયોજન કર્યું છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે અંકલેશ્વરનાં
ઐતિહાસિક મહત્વ ધરાવતા રામકુંડના ૩૨ લાખના ખર્ચે જીર્ણોધ્ધાર, ૯૨ લાખના ખર્ચે દીવા રોડ પર વરસાદી ગટરલાઇન, ૨.૨૦
કરોડના ખર્ચે વિવિધ રસ્તાના નિર્માણના કામોનું ખાતમૂહુર્ત કરાયું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો