મંગળવાર, 10 એપ્રિલ, 2018


કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ગોલ્ડન ડે : સુરતના હરમીત દેસાઇનો ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ

                                            Image result for harmeet desai
- શૂટિંગ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસમાં તરખાટ
- ભારતને સતત બીજા દિવસે ત્રણ ગોલ્ડ મેડલ: ભારત ૧૦ ગોલ્ડ, ચાર સિલ્વર, ૫ાંચ બ્રોન્ઝ સાથે મેડલ ટેબલમાં
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડકોસ્ટ ખાતે યોજાઇ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો શાનદાર દેખાવ જારી રહ્યો છે. ભારતે આજે ૩ ગોલ્ડ, બે સિલ્વર, બે બ્રોન્ઝ એમ કુલ સાત મેડલ હાંસલ કર્યા હતા. આ સાથે જ ભારતે  મેડલ ટેબલમાં ૧૦ ગોલ્ડ, ૪ સિલ્વર, ૫ બ્રોન્ઝ સાથે મેડલ ટેબલમાં ત્રીજું સ્થાન મેળવી લીધું છે. યજમાન ઓસ્ટ્રેલિયા ૩૯ ગોલ્ડ સાથે મેડલ ટેબલમાં મોખરે છે.

ભારતને આજે ગોલ્ડ મેડલ અપાવવામાં સુરતના પ્રતિભાશાળી ટેબલ ટેનિસ પ્લેયર હરમીત દેસાઇએ પણ મહત્વની ભૂમિકા અદા કરી હતી. ટેબલ ટેનિસની મેન્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમમાં હરમીત દેસાઇનો પણ સમાવેશ થતો હતો. મેન્સ ડબલ્સની ફાઇનલમાં હરમીત દેસાઇ -સથિયન જ્ઞાાનશેખરને નાઇજીરિયાના એબિઓદિન-ઓમાટાયો સામે ૧૧-૮, ૧૧-૫, ૧૧-૩થી વિજય મેળવીને ભારતને અજેય સરસાઇ અપાવી હતી.

અગાઉ રવિવારે ભારતની મહિલાઓએ પણ ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.  મલેશિયાને ૩-૧થી હરાવીને ભારતે બેડમિન્ટન મિક્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતની ટીમમાં સાયના નહેવાલ, કિદામ્બી શ્રીકાંત, અશ્વિની પોનપ્પા અને સાત્વિક રાનકીરેડ્ડીનો સમાવેશ થતો હતો. મેન્સ ૧૦ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં જીતુ રાયે ગોલ્ડ જ્યારે ઓમ મિથારવલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જીતુ રાયે ૨૦૧૪ની કોમનવેલ્થ ગેમ્સમાં પણ ૫૦ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સ : સોમવારે ભારતના મેડાલિસ્ટ
બેડમિન્ટન મિક્સ ટીમ ફાઇનલ : ગોલ્ડ
ટેબલ ટેનિસ મેન્સ ટીમ ફાઇનલ : ગોલ્ડ
શૂટિંગ મેન્સ ૧૦ મીટર એર પિસ્તોલ : જીતુ રાયને ગોલ્ડ, ઓમ મિથારવલને બ્રોન્ઝ
શૂટિંગ વિમેન્સ ૧૦ મીટર એર રાયફલ : મેહુલી ઘોષને સિલ્વર, અપૂર્વી ચંદેલાને બ્રોન્ઝ
વેઇટલિફ્ટિંગ મેન્સ ૧૦૫ કિગ્રા : પ્રદીપ સિંહને સિલ્વર
 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો