સોમવાર, 13 નવેમ્બર, 2017

ભારતના પ્રથમ મહિલા મજુર નેતા અનસુયા સારાભાઇને ગુગલની અંજલી

૧૯૨૦માં મજુર મહાજન સંઘની સ્થાપના કરનાર અનસુયાબહેનની ૧૩૨મી જન્મ જયંતીએ ખાસ ડુડલ બનાવ્યુ

ભારતમાં મહિલા મજુર ચળવળના પાયાના નેતા અનસુયા સારાભાઇની ૧૩૨મી જન્મ જયંતી નિમિત્તે  સર્ચ એન્જીન ગુગલે  11 નવેમ્બરે ડુડલ મૂક્યું હતું. 

ભારતના સૌથી જુના મજુર સંગઠન  મજુર મહાજન સંઘની ૧૯૨૦માં સ્થાપના કરનારાઓમાં  અનસુયાબેન પ્રથમ મહિલા હતા. ૧૧ નવેમ્બર, ૧૮૮૫માં અમદાવાદના એક ગર્ભશ્રીમંત પરિવારમાં જન્મેલા અનસુયા સારાભાઇ માત્ર નવ વર્ષના હતા ત્યારે જ અનાથ થઇ ગયા હતા. ત્યાર પછી તેમને અને તેમના ભાઇ અને નાની બહેનને તેમના મામાની સાથે રહેવા મોકલી દેવામાં આવ્યા હતા.

૧૯૧૨માં મેડિકલની ડીગ્રી લેવા ભાઇની મદદથી ઇંગ્લેન્ડ ભાગી જતાં પહેલાં અનસુયા બહેનને ૧૩ વર્ષની વયે બળજબરીથી પરણાવી દેવામાં આવ્યા હતા. જ્યારે તેમને લાગ્યું કે  મેડિકલ ડીગ્રી મેળવવા માટે પ્રાણીઓની હત્યા પછી તેમના પર અભ્યાસ કરવામાં આવે છે જે તેમની જૈન ધર્મની માન્યાતા વિરૃધ્ધ છે તો એમણેે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા લંડન સ્કુલ ઓફ ઇકોનોમિક્સમાં પ્રવેશ મેળવ્યો હતો. લંડનમાં તેઓ ફેબિયન સોસાયટી અને સમાનતાના નવા વિચારોથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. ત્યાર પછી તેઓ સુફ્રાગેટે ચળવળમાં જોડાયા હતા.


ભારતમાં આવીને તેમણે વંચિતો અને મહિલાઓ માટે કામ કર્યું. ૩૬ કલાકની નોકરી કરીને પરત ફરતી મહિલાઓની દયનીય દશા તેમણે જોઇ અને ત્યાર પછી મજુર ચળવળમાં જોડાઇ ગયા. ૧૯૧૪માં વણાટ  કામ કરનાર મજુરોના પગાર વધારાની પ્રથમ હડતાળમાં તેમણે મદદ કરી. વર્ષો વિતતાં ગયા અને તેઓ મજુરોના પ્રવકતા બની ગયા જેઓ મિલ માલીકો સાથે મંત્રણા કરતા જેમાં તેમના પિતા એવા એક મિલ માલીકનો પણ સમાવેશ થતો હતો. તેમની ચળવળમાં મહાત્મા ગાંધીએ તેમની ખૂબ મદદ કરી હતી. બન્ને એ ભેગા મળી મજુર મહાજન સંઘની સ્થાપના કરી હતી. 'ટ્રસ્ટ નો આન્ટી'નામનું પુસ્તક લખનાર  પાકિસ્તાની કેનેડિયન મારિયા કમર નામની કળાકારે આ ડુડલ તૈયાર કર્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો