સોમવાર, 13 નવેમ્બર, 2017

આઝાદી બાદ વડાપ્રધાન નહેરૃની હુંડી રાજસ્થાનમાં ચાલતી હતી


14 નવેમ્બર, ચાચા નહેરૃનો જન્મ દિવસ,પોરબંદરના વેપારી પાસે હુંડી સચવાયેલી છે.  

જવાહરલાલ નહેરૃનો જન્મ દિવસ તા. ૧૪ નવેમ્બરના આવી રહ્યો છે ત્યારે પોરબંદરના એક વેપારીએ આઝાદી બાદ રાજસ્થાનમાં નહેરૃ ચાચાની હુંડી ચાલતી હતી તે હજુ પણ સંગ્રહીને સાચવી છે.

૧૯૪૭માં ભારત આઝાદ થયું એ પછી પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૃ બનેલ એ અત્યારની પેઢીને ખબર હશે. પણ ૧૯૫૨માં નહેરૃ હુંડી ચાલતી એ કોઇને પણ ખબર નહીં હોય. રાજસ્થાનના કોટામાં એ સમયે નહેરૃ હુંડી ચાલતી પાંચ રૃપિયા, પચીસ રૃપિયા અને સો રૃપિયાની હુંડીએ જમાનામાં બહાર પાડવામાં આવેલ જવાહરલાલ નહેરૃ સ્મારક કોષ ક્ષેત્રીય ઉપસમિતિ જયપુર રાજસ્થાન દ્વારકા બહાર પાડવામાં આવે. પાંચ રૃપિયાની હુંડી ૬ ઇંચ લાંબી અને ૪ ઇંચ પહોળી, પચીસ રૃપિયાની હુંડી સાત ઇંચ લાંબી અને સાડા ચાર ઇંચ પહોળી, સો રૃપિયાની હુંડી પણ એટલી જ લંબાઇની હતી જેને લાલ - લીલા અને બ્લુ કલરમાં બનાવવામાં આવેલ હુંડીમાં વોટરમાર્કમાં એકબાજુ જવાહરલાલ નહેરૃ અને તેમનું પ્રિય ગુલાબનું ફલુ અને બીજી બાજુ જવાહરલાલ નહેરૃનો ફોટો મુકવામાં આવેલ.


આ હુંડીની બનાવટ પણ અદભૂત છે. ૧૪ નવેમ્બરનો દિવસ આપણે બધા બાળ દિવસ તરીકે નહેરૃજીની યાદમાં ઉજવીએ છીએ ત્યારે બાળકોને ચાચા નહેરૃ વિશે થોડું વધુ જાણવા મળે એ માટે વેપારી ન શૈલેષભાઇ ઠાકર દ્વારા અત્યારની પેઢીને ૧૯૫૨ની નહેરૃ હુંડી વિશે જાણકારી આપવામાં આવેલ હોય ૧૦૦ રૃા. ની નહેરૃ હુંડી તેમને તેમના દાદા દ્વારા વારસામાં મળેલ તેમણે વડાપ્રધાન જવાહરલાલ નહેરૃની હુંડી અત્યારના બાળકોને બતાવી જુના જમાનાની યાદ તાજી કરેલ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો