ઈસરોના નેવિગેશન સેટેલાઇટ IRNSS-1Hનું લોન્ચિંગ નિષ્ફળ
· ઈન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (IRNSS)નો ભાગ બનવાનો હતો.
· ક્ષતિગ્રસ્ત ઉપગ્રહ 'આઈઆરએનએસ-૧એ'નું સ્થાન લેવા જઈ રહેલો
ઉપગ્રહ પોતે જ ક્ષતિનો ભોગ બન્યો.
ઈન્ડિયન
સ્પેસ રિસર્સ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ આજે નેવિગેશન ઉપગ્રહ 'આઈઆરએનએસએસ-૧એચ'નું લોન્ચિંગ નિષ્ફળ રહ્યું હતું. 'પીએસએલવી-સી૩૯' રોકેટમાં સવાર થઈને આ ઉપગ્રહને સાંતે સાત વાગ્યે
શ્રીહરિકોટા લોન્ચિંગ મથકેથી રવાના કરવામાં આવ્યો હતો. ચોથા સ્ટેજ વખતે ઉપગ્રહનું
હિટ-શીલ્ડ તેનાથી અલગ પડી શક્યું ન હતું. માટે ઉપગ્રહ પણ કાર્યરત થઈ શક્યો ન હતો.
લોન્ચિંગની થોડી મિનિટો પછી ઈસરોએ અભિયાન નિષ્ફળ રહ્યું હોવાની માહિતી આપી હતી.
ઈસરોના ચેરમેન એ.એસ.કિરણકુમારે કહ્યું હતું કે પ્રાથમિક ધોરણે મળેલી માહિતી
પ્રમાણે હિટ-શીલ્ડને કારણે નિષ્ફળતા મળી છે. તેની વધુ તપાસ હવે કરવામાં આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો